________________
૩ ૫૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
જૈન - હે તૈયાયિક ! તારી આ વાત સમ્યફ નથી. અર્થાત્ સાચી નથી. કારણ કે સમવાયસંબંધ છે. સમવાધિકારણ છે. અને તેનો સાધક ઈહપ્રત્યયહેતુ છે. ઇત્યાદિ સમવાયની ચર્ચા સતત તમારા જાતિભાઈઓની સાથે ગોષ્ઠી કરવામાં કરો તો જ શોભાને યોગ્ય છે. સર્વ તૈયાયિકો અને વૈશેષિકો આ પ્રમાણે માનતા જ હોવાથી તેઓની વચ્ચે તમે આ વાત કહ્યા કરો તો બધા હાજી હા જ કરનારા હોવાથી તેઓની વચ્ચે તમારી આ સમવાયની વાત શોભા પામે. પરંતુ પંડિતોની સભામાં તમારી આ વાત સિધ્ધ થતી નથી. તે આ પ્રમાણે -
તે સમવાય સંબંધને સિધ્ધ કરનારું તમે માનેલું, “દ તત્પુ પટ” આ તત્તઓમાં પટ છે. આ મૃત્પિડમાં ઘટ છે. ઇત્યાદિપ્રત્યય જ (જ્ઞાન જ) જગતમાં પ્રસિધ્ધ નથી. ઉલટું “આ પટમાં તતુઓ છે” અને “આ ઘટમાં મૃત્પિડ છે” ઇત્યાદિ સ્વરૂપવાળું જ આ જ્ઞાન આબાલગોપાલ પ્રતીત છે. માટે સમવાયસિધ્ધ કરનાર “પ્રત્યય” તમાં અને મૃસ્પિડમાં થતો સારાય સંસારમાં ક્યાંય જાણીતો નથી. તેથી સમવાયસંબંધની અને સમવાયીકારણની સિધ્ધિ થતી નથી.
અથવા માની લો કે “પ્રત્યય” ના નિમિત્તે તામાં અને મૃત્પિડાદિમાં સમવાયસંબંધની સિધ્ધિ થાય છે. તો પણ વ્યભિચાર દોષ આવશે. કારણ કે તમારા કહેવા મુજબ “પ્રત્યય' જ જો સમવાયને સિધ્ધ કરનાર હોય તો જ્યાં જ્યાં ઈહપ્રત્યય થાય છે ત્યાં ત્યાં સર્વત્ર સમવાયસંબંધ હોવો જોઈએ. “રૂદ મૂતત્તે પદમાવ:” આ ભૂતલ ઉપર ઘટનો અભાવ છે. અહીં અભાવનું જે જ્ઞાન થાય છે તેમાં પણ “ફાય” છે. અને તમે ત્યાં સમવાયસંબંધ તો સ્વીકારતા નથી. કારણ કે અધિકરણ અને અભાવ વચ્ચે તમે સ્વરૂપસંબંધ માનો છો. માટે રૂહત્યિ હોવા છતાં પણ સમવાય સંબંધ ન હોવાથી આવા પ્રકારના અભાવવિષયક જ્ઞાનની સાથે તમને વ્યભિચાર દોષ આવશે.
નૈયાયિક :- “હાય” થી અમે સમવાય નામવાળા વિશિષ્ટ સંબંધની સિધ્ધિ કહેતા નથી. પરંતુ કોઈ પણ સંબંધમાત્ર છે એમ “સંબંધમાત્રની” સિધ્ધિ થાય છે. એટલે કે જ્યાં જ્યાં ઈહ પ્રત્યયનું જ્ઞાન થાય ત્યાં ત્યાં કોઈને કોઈ સંબંધ હોઈ શકે છે. એમ અમે કહીશું. પરંતુ સમવાયસંબંધ જ હોય એમ અમે કહીશું નહીં. જેથી “રૂદ મૂતત્તે ધમાવઃ' ઇત્યાદિ સ્થળે વ્યભિચાર અમને આવશે નહીં.
જૈન - તો તેમ માનવાથી “સિધ્ધ સાધન” થશે. કારણ કે જ્યાં તત્ત્વ-પટમાં, મૃત્પિડઘટમાં, રૂહાત્યય થાય છે ત્યાં અવિષ્યભાવ (અભેદવાદ) નામના સંબંધમાત્રને નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org