________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૫૯
અને સહકારી કારણો સદેવ સન્નિધિવાળાં જ હોય તો ઘટ-પટાદિ કાર્ય પણ સદેવ અનાદિથી થયેલું જ છે એવો અર્થ થશે. તેમ થવાથી ઘટ-પટાદિ એ કાર્યાત્મક પૃથ્વી છે એમ કહેવાશે નહીં.
તથા ૨ = તેમ થવાથી અર્થાતુ સમવાય જ સિધ્ધ ન થવાથી સમવાય કારણની વિદ્રત્તી = વાર્તા પણ અસ્ત (નષ્ટ) થઈ. કારણ કે જો સમવાય સિધ્ધ થાય તો સમવાયસંબંધથી કાર્ય જેમાં ઉત્પન્ન થાય છે. જેને તમે સમાધિ કારણ કહો છો. તે સિધ્ધ થાય. પરંતુ ઉપરોક્ત ચર્ચાના આધારે જો સમવાય જ સિધ્ધ ન થઈ શકે તો તે કાર્ય જેમાં ઉત્પન્ન થાય છે. એવા સમવાયિકારણની વાત જ નષ્ટ થઈ જાય છે.
આ પ્રમાણે તસત્વે = તે સમવાયિકારણ સિધ્ધ ન થયે છતે અસમવાધિકારણ વળી શું? અર્થાત્ જો સમવાયિકારણ સિધ્ધ ન થાય તો અસમવાયિકારણ તો વળી સિધ્ધ કેમ થાય? કારણ કે સમયાયિકારણની પ્રયાસ જે હોય તે અસમવાયિકારણ છે એવું તમારા મતે અસમાયિકારણનું લક્ષણ છે. હવે જો સમવાય કારણ જ સિધ્ધ ન થાય તો તેની પ્રત્યાસન્નતાવાળું અસમવાયિકારણ તો સિધ્ધ થાય જ કઈ રીતે ?
તથા ર = આ પ્રમાણે સમાયિ-અસમવાયિકારણો સિધ્ધ ન થવાથી તેના ઉપર જ આધાર રાખનારા, તે બન્નેથી શેષીભૂત એવા ત્રીજા નિમિત્તકારણની તો વ્યવસ્થા (વાર્તાચર્ચા) જ શું થાય ? કારણ કે “તકુમમિત્રં વારનિમિત્તવાર" એવું તર્કસંગ્રહાદિ ન્યાયશાસ્ત્રોનું સૂત્ર છે. હવે જો સમવાય-અસમવાયિ એવાં ઉભય કારણો જ સિધ્ધ થતાં નથી. તો તેનાથી ભિન્ન તરીકે ત્રીજા નિમિત્ત કારણની તો ચર્ચા જ રહેતી નથી. આ રીતે ભાવોત્પાદિકા સામગ્રી જ સિધ્ધ થતી નથી. તો પછી તમસુમાં ભાવોત્પાદક સામગ્રીથી વિલક્ષણ સામગ્રી છે એવું કહેવું તે આકાશનું મજ્જન કરવા બરાબર નિરર્થક છે.
सन्तु वा कारणान्यमूनि, तथाऽपि यथा कथञ्चिदालोककलापस्योत्पादः, तथा तमसोऽपि भविष्यति, किमरुचिविरचनाभिर्व्यपासितुं शक्यते ? किमस्योत्पादकमिति चेत्, आलोकस्य किमिति वाच्यम् ? तेजोऽणवः इति चेत् - अस्यापि तमोऽणव एव सन्तु । सिद्धास्तावत् तैजसास्तेऽविवादेन वादिप्रतिवादिनोरिति चेत् - तामसा अपि तद्वदेव किं न सेत्स्यन्ति ? इति त्यज्यतामाग्रहः ।।
આટલી ચર્ચાવડે સમાયિ-અસમવાયિ અને નિમિત્ત એવાં ઉત્પાદક સામગ્રી સ્વરૂપ કારણો જો કે ભાવાત્મક કાર્યમાં સંભવતાં નથી. તથાપિ તમારા સંતોષની ખાતર ઘડીભર માની લો કે આ ત્રિવિધ કારણો છે. તો પણ ઘટ-પટાદિની જેમ તમે આલોકના કલાપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org