________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૬ ૩
અભાવાત્મક કેમ ન હોય ? આવા પ્રકારનો આ એકદોષ તો આવશે. તથા બીજો દોષ આ પ્રમાણે આવશે.
ઘટ અને પટ આ બન્ને પદાર્થો પણ સમાનસામગ્રી વડે જ ગૃહ્યમાણ છે. ચક્ષુ અને પ્રકાશની વિદ્યમાનતા રૂપ સામગ્રી ઘટ અને પટના ગ્રહણમાં આવશ્યક છે. તેથી ઘટ એ પણ પદાર્થ નથી પરંતુ પટના અભાવાત્મક છે અને પટ એ પણ પદાર્થ નથી પરંતુ ઘટના અભાવાત્મક જ છે એમ પરસ્પર અભાવસ્વરૂપતા માનવાનો પણ તમને પ્રસંગ આવશે.
તથા ત્રીજો દોષ જો કે ટીકામાં લખ્યો નથી પરંતુ પહેલાં આવી ગયો છે કે આલોક અને તમને સમાનસામગ્રીગ્રાહ્ય કહેશો તો જેમ આલોક ચક્ષુના સંયોગસશિકર્ષથી ગ્રાહ્ય છે અને સંયોગ એ ગુણ હોવાથી તેના અધિકરણરૂપ આલોક એ દ્રવ્ય સિધ્ધ થાય છે. તે જ રીતે તમસ્ પણ સમાનસામગ્રીવડે ગ્રાહ્ય હોવાથી ચક્ષુરિન્દ્રિયના સંયોગવડે ગૃહ્યમાણ થશે અને સંયોગ એ ગુણ હોવાથી તેના અધિકરણરૂપ તમસ્ પણ દ્રવ્ય જ સિધ્ધ થશે.
( ५ ) अथ तिमिरद्रव्योत्पादककारणाभावो हेतुः । तथा च श्रीधरः- “ तमःपरमाणवः स्पर्शवन्तः, तद्रहिता वा ? न तावत् स्पर्शवन्तः, स्पर्शवत् कार्यद्रव्यस्य क्वचिदप्यनुपलम्भात् । अदृष्टव्यापाराभावात् स्पर्शवत्कार्यद्रव्याऽनारम्भका इति चेत्- रूपवन्तो वायुपरमाणवोऽदृष्टव्यापारवैगुण्याद् रूपवत्कार्यं नारभन्ते इति किं न कल्प्येत ? किं वा न कल्पितम् - एकजातीयादेव परमाणोरदृष्टोपग्रहाच्चतुर्धा कार्याणि जायन्त इति । कार्यैकसमधिगम्याः परमाणवो यथाकार्यमुन्नीयन्ते, न तद्विलक्षणाः, प्रमाणाभावा चेत् ? एवं तर्हि तामसा परमाणवोऽप्यस्पर्शवन्तः कल्पनीया:, तादृशाश्च कथं तमोदव्यमारभेरन् ? अस्पर्शवत्त्वस्य कार्य- दव्यानारम्भकत्वेनाऽव्यभिचारोपलम्भात् । कार्यदर्शनात् तदनुगुणं कारणं कल्प्यते, न तु कारणवैकल्येन दृष्ट- कार्यविपर्यासो युज्यत इति चेत् - न वयमन्धकारस्य प्रत्यर्थिनः, किन्त्वारम्भानुपपत्तेः, नीलिममात्रप्रतीतेश्च द्रव्यमिदं न भवतीति ब्रूमः ( न्यायकन्दली पृ. २२ ) इति ॥
હવે પાંચમા હેતુની ચર્ચા શરૂ કરાય છે.
નૈયાયિક :- ઘટ-પટાદિ જે જે દ્રવ્યો છે તેની ઉત્પાદક એવી કારણસામગ્રી મૃત્પિડતન્તુ, કપાલસંયોગ-તત્ત્તસંયોગ, દંડચક્રાદિ અને તુરીવેમાદિ ઇત્યાદિ જેમ દૃષ્ટિગોચર થાય છે. તેવી તિમિર નામના તમારા જૈનોના માનેલા દ્રવ્યની ઉત્પાદક એવી કારણસામગ્રીનો અભાવ છે. કોઈ પણ જાતની તિમિરદ્રવ્યોત્પાદક એવી કારણ સામગ્રી દેખાતી જ નથી. માટે તિમિર એ દ્રવ્ય નથી. અમારા શ્રીધરમુનિએ ન્યાયકન્દેલીગ્રન્થમાં કહ્યું છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org