________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૬ ૧
(३) असत्येवाऽऽलोके तत्प्रतिभासनमप्यसम्यक् । न हि यस्मिन्नसत्येव यत् प्रतिभासते तत् तदभाव-मात्रमेव भवति, असत्येव व्यवधाने प्रतिभासमानैर्घटादिभिर्व्यभिचारात् । कथं च नैवं प्रतिबन्धकेऽसत्येव समुत्पद्यमानस्य स्फोटस्यापि तदभावमात्रता स्यात् । अथ स्फोटो दाहकात्मकतया स्पार्शनप्रत्यक्षेणाऽनुभूयते । अभावमात्रतायां हि तस्य नेयमौपपत्तिकी स्यात् । तर्हि तमोऽपि शैत्येन तेनैव प्रत्यक्षेण प्रेक्ष्यमाणं कथमभावस्वभावं भवेत् ?
હવે ત્રીજાહેતુની ચર્ચા શરૂ કરાય છે.
નિયાયિક :- પ્રકાશ ન હોતે છતે જ તમસુનો પ્રતિભાસ થાય છે. તે કારણથી તમસુ એ તેજના અભાવાત્મક છે. પરંતુ દ્રવ્ય નથી.
જૈન :- તમારો આ હેતુ પણ સમ્યક નથી. કારણ કે “જે ન હોતે છતે જે પ્રતિભાસિત થાય, તે પ્રતિભાસિત થતો પદાર્થ તેના અભાવ માત્ર રૂપ જ હોય” એવો નિયમ નથી. કારણ કે દૂર પડેલા ઘડાને જોવામાં ભીંત આદિ કોઈ વ્યવધાન ન હોય તો તે ઘટ સ્પષ્ટ દેખાય છે. ત્યાં વ્યવધાનભૂત એવી ભીંત ન હોતે છતે જ પ્રતિભાસમાન થતા એવા ઘટાદિની સાથે ઉપરોક્ત નિયમનો વ્યભિચારદોષ આવશે. કારણ કે ભીંતાદિ વ્યવધાન ન હોય ત્યારે જ ઘટાદિ દેખાય છે. તો પણ તે ઘટાદિ કંઈ અભાવાત્મક કહેવાતા નથી. જો તે ઘટાદિ અભાવાત્મક જ હોય તો જલાધારાદિ અર્થક્રિયા કેમ કરે ?
તથા વળી એ જ પ્રમાણે ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધક ન હોતે છતે જ આગમાંથી ઉત્પન્ન થતો ફોડલો પણ માત્ર તે ચંદ્રકાન્ત મણિના અભાવસ્વરૂપ જ છે. આમ કેમ મનાતું નથી ?
ઘટ-પટાદિ પ્રતિબંધક એવી ભીંતના અભાવાત્મક મનાવા જોઈએ અને ફોડલો પ્રતિબંધક એવા ચંદ્રકાન્ત મણિના અભાવાત્મક મનાવો જોઈએ. અને આ બન્ને જો અભાવાત્મક હોય તો જલાધારાદિ અને દાતાદિ થવા રૂ૫ અર્થક્રિયા કેમ ઘટી શકે?
તૈિયાયિક :- આગથી ઉત્પન્ન થયેલો ફોડલો દાહાત્મકપણે વિદ્યમાન હોવાથી, શરીરમાં દાહની પીડા કરવા રૂપ અર્થક્રિયા કરતો હોવાથી, સ્પર્શનેન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનવડે સાક્ષાત્ અનુભવાય છે. તેને અભાવાત્મકપણે કેમ માની શકાય ? અને જો અભાવાત્મકમાત્રપણે તે ફોડલાની કલ્પના કરવામાં આવે તો આ દાહાત્મકતા જે અનુભવાય છે તે ઘટી શકતી નથી. તેવી જ રીતે ઘટ-પટને પણ ભીંતાદિ પ્રતિબંધકના અભાવમાત્રરૂપે જ જો કલ્પવામાં આવે તો ત્યાં પણ જલાધારાદિ જે ચાક્ષુષપ્રત્યક્ષથી અનુભવાય છે તે અર્થક્રિયા ઘટી શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org