________________
૩૬ ૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
હે જેનો ! તમે અંધકારને દ્રવ્ય માનો છો. તો તે અંધકારના ઉત્પાદક એવા પરમાણુઓ શું સ્પર્શવાનું છે? કે સ્પર્શરહિત છે? તે તમસુના ઉત્પાદક એવા પરમાણુઓ સ્પર્શવાનું છે એવો પહેલો પક્ષ કહેશો તો તે વ્યાજબી નથી. કારણ કે જો તે પરમાણુઓ સ્પર્શવાળા હોય, તો તેમાંથી બનનારું કાર્યદ્રવ્ય પણ સ્પર્શવાળું જ બને. જેમ કે કોમળ તતુમાંથી બનતુ પટદ્રવ્ય પણ કોમળ સ્પર્શવાળું જ બને. પરંતુ અહીં તેવા પ્રકારના સ્પર્શવાળા તમસુરૂપ કાર્યદ્રવ્યનો ક્યાંય પણ ક્યારે ય પણ, કોઈને પણ અનુભવ થતો નથી. માટે કાર્યદ્રવ્યમાં સ્પર્શવાળાનો અનુભવ ન હોવાથી તેના કારણભૂત એવા પરમાણુઓ પણ સ્પર્શવાનું હોય એ વાત ઉચિત નથી.
જૈન - તમસુના ઉત્પાદક પરમાણુઓ તો સ્પર્શવાનું જ છે. પરંતુ તેમાં અદૃષ્ટનો વ્યાપાર ન હોવાથી (તેવા પ્રકારનું ભાગ્યવિશેષ વ્યાપારાત્મકભાવે કામ કરતું ન હોવાથી) તેમાંથી ઉત્પન્ન થનારૂં તમસાત્મકકાર્ય દ્રવ્ય સ્પર્શવાનું બનતું નથી. અર્થાત્ સ્પર્શવાળા એવા તમસાત્મક કાર્યદ્રવ્યના અનારંભક (અનુત્પાદક) તે પરમાણુઓ છે. સારાંશ કે તમસૂના પરમાણો પણ છે અને તેમાંથી કાર્યદ્રવ્ય તમસુ પણ થાય જ છે. ફક્ત પરમાણુઓ સ્પર્શવાનું છે. પરંતુ તેમાં વિશિષ્ટ અદૃષ્ટ કામ કરતું ન હોવાથી તેમાંથી સ્પર્શવાનું કાર્યદ્રવ્ય બનતું નથી. માટે તમનું દ્રવ્યમાં સ્પર્શનો અનુભવ થતો નથી.
નૈયાયિક :- હે જૈન ! જો આવું તમે માનો છો તો વાયુમાં પણ આવી કલ્પના કેમ કરતા નથી ? કે વાયુના ઉત્પાદક પરમાણુઓ રૂપવાળા છે. પરંતુ અદેખના વ્યાપારની વિગુણતા હોવાથી રૂપવાળા એવા વાયુસ્વરૂપ કાર્યને આરંભતા નથી. આવી કલ્પના તમારાવડે કેમ કલ્પાતી નથી?
તમે તમસુમાં પરમાણુઓ સ્પર્શવાનું અને તેમાંથી થતું તમોદ્રવ્ય સ્પર્શરહિત હોય, એમ જો માનો છો તો તેના ઉપરથી સિદ્ધ થાય છે કે કારણને અનુરૂપ જ કાર્ય થાય એવો નિયમ નથી, તેથી વાયુમાં પણ કાર્યદ્રવ્ય વાયુ ન દેખાતો હોવાથી રૂપવાનું ન હોય અને તેના ઉત્પાદક પરમાણુઓ રૂપવાનું હોય એવું કેમ કલ્પતા નથી ? અદેખના વ્યાપારની વિગુણતા તો બન્ને સ્થાને સરખી જ છે. માટે છે જેન! તમારી આ વાત બરાબર નથી.
વળી હે જૈનો ! તમને બીજો પણ એક દોષ આવે છે કે કારણને અનુરૂપ કાર્ય, અને કાર્યને અનુરૂપ કારણભૂત પરમાણુઓ જો ન હોય તો એક જાતના જ પરમાણુઓમાંથી અદેખના વ્યાપારનો અનુગ્રહ મળવાથી ચારે પ્રકારનાં (પૃથ્વી-પાણી-તેજ અને વાયુ) કાર્યો થાય છે એવી કલ્પના કેમ કરાતી નથી? જેમ સ્પર્શવાનું પરમાણુઓમાંથી પણ અદેખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org