________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
તરીકે અમે જૈનોએ પણ તે સંબંધમાત્ર અંગીકાર કરેલો જ છે. સારાંશ કે જો તમે વૃત્તપ્રત્યય થી સામાન્ય સંબંધમાત્ર જ કહેશો તો તમારા પ્રતિપક્ષી એવા અમે જૈનોએ જે માનેલું છે તે જ તમે સિધ્ધ કરો છો એટલે એક તો તમને “સિધ્ધસાધન” દોષ લાગશે અને સમવાયસંબંધ સિધ્ધ કરવા દ્વારા જે સમવાયીકારણની સિધ્ધિ કરવી હતી તે વાત તો ઉડી જ જશે. એમ બે દોષ આવશે. અને જો સામાન્યસંબંધમાત્ર નહી કહો અને સમવાયસંબંધવિશેષ કહેશો તો વ્યભિચારદોષ આવશે.
તથા વળી વૃત્તપ્રત્યય થી જો સમવાયસંબંધવિશેષની સિધ્ધિ માનશો તો એક આવો દોષ પણ આવશે કે ફપ્રત્યય થી સિધ્ધ થતો એવો આ સમવાય તમારા મતે એકાન્તે એક જ સ્વરૂપવાળો હોવાથી કોઈ પણ એકવસ્તુમાં સમવાયનો સંભવ થયો હોય ત્યારે સમસ્તવસ્તુઓમાં પણ સમવાયનો સંભવ સિધ્ધ થશે, અને વળી વિનાશ પામતી એકવસ્તુમાંથી સમવાયનો અભાવ થયે છતે સમસ્ત વસ્તુઓના સમવાયનો અભાવ થવાનો પ્રસંગ આવશે.
એટલે મૃત્પિડમાંથી ઘટ બને ત્યારે તે સમવાયનો સંભવ થયે છતે તન્તુમાંથી કર્યા વિના પણ પટ બની જવો જોઈએ. કારણ કે બન્ને સ્થળે સમવાય એક જ હોવાથી ત્યાં પણ સમવાયનો સંભવ થશે, તેવી જ રીતે ઘટ વિનાશ પામે ત્યારે તે શ્રૃત્પિડ-ઘટના સમવાયનો અભાવ થયે છતે તન્તુ-પટના સમવાયનો પણ અભાવ થવાથી પટ પણ ચિરાઈ જવો જોઈએ.
૩૫૭
નૈયાયિક :- જો કે સમવાયસંબંધ સર્વત્ર એક જ છે. તથાપિ તે તે અવચ્છેદકના (ભેદકદ્રવ્યના) ભેદથી તદ્રુત્વત્તૌ = તે તે સમવાયમાં ભેદ પણ અમે માનીશું જેથી અમને તમે આપેલો ઉપરોક્ત દોષ આવશે નહીં. સર્વત્ર સંસારમાં આકાશની જેમ સમવાય એક જ છે તો પણ મૃત્પિડ અને ઘટ વચ્ચે, તથા તન્તુ અને પટ વચ્ચે, ઘટ-પટ આદિ અવચ્છેદકદ્રવ્યના ભેદથી પ્રથમમાં ઘટસંબંધી સમવાય અને દ્વિતીયમાં પટસંબંધી સમવાય એમ સમવાયમાં પણ તે ભેદ અમે સ્વીકારીશું એટલે ઘટ વિનાશ પામે ત્યારે ઘટના જ સમવાયનો અભાવ થાય પરંતુ સમસ્ત વસ્તુઓના સમવાયનો અભાવ ન થાય.
=
જૈન આવું માનશો તો તાપિ તે સમવાયમાં પણ તમે કથંચિદ્ ભેદ જ માન્યો થશે, એમ થવાથી અન્તે તો સ્યાદ્વાદનું જ શરણ સ્વીકાર્યું થશે. સર્વત્ર સમવાય સમવાયરૂપે એક છે અને અવચ્છેદકના ભેદથી ભિન્ન ભિન્ન છે એટલે કે ભેદાભેદ છે. કચિર્ભેદ છે. આજ સ્યાદ્વાદ - અનેકાન્તવાદ સ્વીકારેલો થશે.
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org