________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
સારાંશ એ છે કે નાશ-પ્રધ્વંસ કે અભાવ આવા પ્રકારના શબ્દો સામાન્ય અભાવના સૂચક છે એટલે કોનો નાશ ? કોનો પ્રધ્વંસ ? અથવા કોનો અભાવ ? એમ જાણવાની જિજ્ઞાસા થાય જ. તે પૂર્ણ કરવા ઘટનો નાશ, પટનો પ્રÜસ કે કુંભનો અભાવ એમ સોપપદ પ્રયોગ થાય. પરંતુ તમઃ અને અંધકાર શબ્દો તો આવા પ્રકારના સામાન્ય અભાવના સૂચક નથી. કિંતુ આલોકાભાવના સૂચક છે. તે અર્થમાં સંકેતિત કરાયેલા છે. તેથી તેવા પ્રકારનો સોપપદ વ્યપદેશ થતો નથી.
૩૫૪
જૈન = તમારૂં નૈયાયિકોનું આવું કહેવું ઉચિત નથી. કારણ કે જો તમસ્ અને અંધકાર શબ્દો આલોકાભાવમાં સંકેતિત જ હોય તો કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થના અભાવાત્મક હોય છે. છતાં પોતાના રૂપે તો તે ભાવાત્મક જ થાય છે. જેમ ઘટ એ પટના અભાવાત્મક છે પરંતુ ઘટસ્વરૂપે તો ભાવાત્મક છે. તેમ તમસ્ અને અંધકારરૂપે તો ભાવાત્મક જ સિધ્ધ થશે. તેથી પટના અભાવાત્મક એવો ઘટ અહીં છે. એમ વિધિમુખે જેમ બોલાય છે. તેની જેમ જો અંધકારરૂપ અભાવ પણ વિધિમુખે બોલાતો હોય તો તે ભાવાત્મક પદાર્થ જ થયો. તેથી “ભાવવૈલક્ષણ્યેન લક્ષ્યમાણત્વ' એટલે ભાવાત્મક પદાર્થથી વિલક્ષણપણે દેખાવાપણું એ રૂપ તમારો જે હેતુ છે. તે આ અંધકારમાં ભાવથી વિલક્ષણપણું જુદું શું રહ્યું ? કે જેથી હેતુની સિઘ્ધિ થાય. વિલક્ષણ સ્વરૂપ તો રહ્યું જ નહીં. તેથી હેતુ પક્ષમાં વર્તશે નહીં અને અસિધ્ધહેત્વાભાસ થશે. માટે પ્રથમ હેતુ અસિધ્ધહેત્વાભાસ છે.
समवाय्यसम
(२) अथ भावविलक्षणसामग्रीसमुत्पाद्यत्वं हेतुः । तथाहि वायिनिमित्तकारणकलाप व्यापारस्ख्या भावोत्पादिका सामग्री । नैव तमसीयं समगंस्त । तदशस्तम्, यतः किमिदं समवायिकारणनाम्ना त्वमाम्नासीः ? यत्र कार्यं समवेतमुत्पद्यते तदिति चेत्, तदसम्यक्, समवायस्य निरन्तरसुहृद् गोष्ठिषु गौरवार्हत्वात्, तत्प्रसाधकत्वाभिमतस्य "इह तन्तुषु पटः" इत्यादिप्रत्ययस्याप्रसिद्धेः, “पटे तन्तवः” इत्यादिपस्याऽस्याऽऽबालगोपालं प्रतीतत्वात् ।
सिद्धौ वा " इह भूतले घटाभावः" इत्यभावप्रत्ययेन व्यभिचारात् । सम्बन्धमात्रपूर्वताप्रसाधने सिद्धसाधनात्, अविष्वग्भावमात्रनिमित्ततया तदङ्गीकारात् । एकान्तैकस्वरूपत्वेन चास्यैकवस्तुसमवायसम्भवे समस्तवस्तुसमवायस्य, विनश्यदेकवस्तुसमवायाभावे समस्तवस्तुसमवायाभावस्य वा प्रसङ्गात् ।
तत्तदवच्छेदकभेदात् तदुपपत्तौ तस्यापि कथञ्चिद्भेदापत्तेः, अनेकपुरुषावच्छिन्नपर्षदादेरपि तावत्स्वभाव-भावेन कथञ्चिद्भेदात् । अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपतया
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org