________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૫૩
પરંતુ અહીં અંધકાર છે એમ વિધિમુખે બોધ થતો હોવાથી વિલક્ષણપણે જણાવાપણું ન હોવાથી અંધકાર એ અભાવાત્મક નથી.
નૈયાયિક - નાશ અને પ્રધ્વંસ આદિ ભાવો અભાવાત્મક હોવા છતાં પણ “આ નાશ છે. આ પ્રધ્વંસ છે” ઇત્યાદિ વિધિરૂપે પણ પ્રવર્તતા પ્રત્યક્ષ દેખાય છે. તેની જેમ જ આ અંધકાર પણ અભાવાત્મક હોવા છતાં પણ “આ અંધકાર છે” એમ વિધિમુખે બોધ થાય, તેમાં આશ્ચર્ય શું? અર્થાત્ અભાવાત્મક હોવા છતાં પણ વિધિમુખે બોધ થઈ શકે
જૈન = આમ કહેવું નહીં. કારણ કે નાશ અને પ્રધ્વંસ વિગેરે શબ્દો જ ભાવનો પ્રતિષેધ કરનાર હોવાથી જ્યારે જ્યારે નાશ અને પ્રધ્વસ આદિ શબ્દોનો પ્રયોગ થાય છે ત્યારે ત્યારે ભાવનો પ્રતિષેધ તેમાં આવી ગયેલ હોવાથી વિધિમુખે પ્રયોગ થાય છે. અને આ જ કારણથી નાશ અને પ્રધ્વસ શબ્દો એકલા વપરાતા નથી. પરંતુ “ઘટનો નાશ પટનો પ્રધ્વસ’ એમ નાશ-પ્રધ્વસ શબ્દની આગળ ઘટ-પટ શબ્દો જોડીને ઉપપદ સહિત જ આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. એકલા નાશ-પ્રધ્વસ શબ્દોનો પ્રયોગ થતો નથી. આ શબ્દો ભાવના પ્રતિષેધક છે. તેથી તેની આગળ ભાવને સૂચવનાર ઘટ-પટ નામો જોઈએ જ. તો જ પ્રતિષેધ થાય.
જો તમન્ વિગેરે શબ્દો (તમ્ - અશ્વાર - કે જીયા આદિ શબ્દો) પણ તેની સાથે સમાન અર્થતાને ધારણ કરતા હોય. એટલે નાશ-પ્રધ્વંસાદિ શબ્દોની જેમ ભાવ પ્રતિષેધક જો હોય તો “શ્મએ નાશઃ” ન્મસ્થામાવ:”, “પદ0 väસઃ” વિગેરે જેમ બોલાય છે તેની જેમ “માનો માવ:' ને બદલે “માનોલી ત:' એમ પણ
ક્યાંક તો બોલાવું જોઈએ. પરંતુ કોઈ પણ વિદ્વાનું આમ બોલતા નથી. માટે નાશ અને પ્રધ્વંસાદિ શબ્દોની જેમ તમન્ શબ્દ ભાવપ્રતિષેધક નથી. પરંતુ ભાવવિધાયક શબ્દ છે. અને તેથી જ સોપપદ પ્રયોગ નથી પરંતુ અહીં ઘટ છે. પટ છે ઇત્યાદિની જેમ અહીં તમન્સ છે અંધકાર છે એમ વિધિમુખે જ પ્રયોગ થાય છે. માટે અંધકાર એ દ્રવ્ય છે.
નૈયાયિક :- આ તમન્ - ૩iધાર આદિ શબ્દો નાશ અને પ્રધ્વંસની જેમ માત્ર “અભાવ” જ સૂચવનારા નથી કે જેથી કુમી નાશ ની જેમ માતોશ્રી ત: એમ સોપપદ પ્રયોગ કરવો પડે. પરંતુ “આલોકનો અભાવ” તે તમઃ છે. એમ તમ્ શબ્દ આલોકાભાવમાં સંકેતિત કરાયેલો છે. એટલે “આલોકનો” આવા પૂર્વપદનો પ્રયોગ કરવાની જરૂરીયાત રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org