________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
છે માટે આ અંધકાર આકાશનું જ વિશેષણ હો. તેથી વિશેષવિશેષ્યભાવ સશિકર્ષ માનવામાં અમને કોઈ દોષ આવશે નહીં. તો તમારી આ વાત પણ પ્રશંસા યોગ્ય નથી. અર્થાત્ અનુચિત છે. ક્યારે પણ, કોઈને પણ આ અભાવાત્મક અંધકાર આકાશના વિશેષણરૂપે, અર્થાત્ આકાશની સાથે વિશેષણ-વિશેષ્યભાવસ્વરૂપે જણાતો નથી. જેમ ઘેટામાવવત્ તું ભૂતલમ્ એવા પ્રકારનો વિશેષણવિશેષ્યભાવ જગત્માં અનુભવાય છે. તેવો વિશેષણવિશેષ્યભાવ આત્તોામાવવવિવું નમ:, એમ થતો નથી. તેથી આ અંધકારની અભાવસ્વરૂપે સ્વીકૃતિ કરવી તે પ્રત્યક્ષપ્રમાણાદિરૂપ અનુભવવડે ઉચિત નથી.
नाप्यानुमानिकी, यतः कतमोऽत्र हेतुराख्यायते सङ्ख्यावता, ( १ ) किं भाववैलक्ष्येन लक्ष्यमाणत्वम्, (२) भावविलक्षणसामग्रीसमुत्पाद्यत्वम्, (३) असत्येवाऽऽलोके तत्प्रतिभासनम्, ( ४) आलोकग्रहणसामग्र्या गृह्यमाणत्वम्, (५) तिमिरद्रव्योत्पादककारणाभावः, (६) द्रव्यगुणकर्मातिरिक्तकार्यत्वम्, (७) आलोकविरोधित्वम्, (८) भावरूपताप्रसाधकप्रमाणाभावो वा ? इत्यष्टपक्षी राक्षसीव त्वत्पक्षभक्ष्यभक्षणविचक्षणोपतिष्ठते ।
૩૫૧
“અંધકાર” એ તેજના અભાવાત્મક છે. આ તમારી માન્યતા અનુમાનથી પણ સિધ્ધ થાય તેમ નથી. કારણ કે અનુમાનથી સાધ્ય સાધવામાં પ્રબળ સાધન “હેતુ” હોવો જોઈએ. આ અંધકારને આલોકના અભાવાત્મક સિધ્ધ કરવામાં પંડિત એવા તમારાવડે કયો હેતુ કહેવાય છે. તે કહો.
અમારી દૃષ્ટિએ નીચે મુજબ આઠ હેતુમાંનો કોઈ એક હેતુ તમારાવડે કલ્પાતો હશે. તેથી જે સંભવી શકે છે. તે આઠ હેતુ અમે જૈનો જણાવીએ છીએ. કહો તે આઠમાંથી કયો હેતુ તમારાવડે તમારા સાધ્યને સાધવા માટે રજુ કરાય છે ?
(૧) ભાવાત્મક પદાર્થો કરતાં અંધકાર વિલક્ષણપણે દેખાય છે તે.
(૨) ભાવાત્મક પદાર્થને ઉત્પન્ન કરનારી સામગ્રી કરતાં ભિન્ન સામગ્રીથી આ અંધકાર ઉત્પન્ન થાય છે તે.
(૩) આલોક ન હોય ત્યારે જ આ અંધકાર દેખાય છે તે.
(૪) આલોકને ગ્રહણ કરવાની જે સામગ્રી છે તે જ સામગ્રી વડે ગ્રહણ કરાવાપણું અંધકારમાં છે તે.
(૫) અંધકારને દ્રવ્ય માનીએ તો તેને ઉત્પન્ન કરનારી કારણ સામગ્રી જે હોવી જોઈએ, તેનો અભાવ છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org