________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
૩૪૯
कुड्यादेः, तत एव, तर्हि भवतु नभस इति चेत् - तदशस्यम्, एतस्य तद्विशेषणविशेष्यीभावेन कदाचिदप्रतिभासनात्, तन्नैतदभावतास्वीकृतिरानुभविकी भव्या ॥
નૈયાયિક :- અંધકાર એ અભાવાત્મક હોવાથી તેની સાથે ચક્ષુનો સંયોગસગ્નિકર્ષ નથી. પરંતુ ત્યાં અમે “વિશેષણવિશેષ્યભાવ” નામનો સંબંધ માનીશું, અને આવા પ્રકારના સંબંધથી યુક્ત એવા અંધકારનું ગ્રહણ થતું હોવાથી તમારો આપેલો ઉપરોક્ત દોષ અમને આવતો નથી.
અહીં એ જાણવું જરી છે કે નૈયાયિકો અભાવનું જ્ઞાન વિશેષણવિશેષ્યભાવ નામના સજ્ઞિકર્ષથી માને છે. જે અભાવનું જ્ઞાન કરવું છે તે અભાવ જ્યારે વિશેષણ હોય ત્યારે વિશેષણતા સન્નિકર્ષ કહેવાય છે. જેમ કે “માવવત્ ફર્વ ભૂતમ્' અહીં આધાર એવું ભૂતલ વિશેષ્ય છે. અને જાણવા લાયક એવો ઘટાભાવ ભૂતલનું વિશેષણ છે. માટે વિશેષણતા સન્નિકર્ષ કહેવાય છે. ચક્ષુનો સંયોગ ભૂતલ સાથે છે અને ભૂતલ એ દ્રવ્ય છે. તે ભૂતલ જણાયે છતે તેના વિશેષણભૂત ઘટાભાવાદિ પણ ઉપરોક્ત વિશેષણતા સન્નિકર્ષથી જણાય છે.
અને જાણવા લાયક એવો આ અભાવ જ્યારે વિશેષ્ય હોય છે ત્યારે વિશેષ્યતા સત્રિકર્ષ કહેવાય છે. જેમ કે સ્મિન્ મૂતને ઘટામાવ: વર્તતે અહીં ભૂતલ સતત હોવાથી ક્રિયાપદની સાથે સમાનાધિકરણ નથી તેથી વિશેષણ છે. પરંતુ ઘટાભાવ પ્રથમાન્ત હોવાથી ક્રિયાપદ સાથે સમાનાધિકરણ હોવાથી વિશેષ્ય છે. માટે વિશેષ્યતાસન્નિકર્ષ કહેવાય
આ રીતે ચક્ષુનો સંયોગ આધારભૂત એવા ભૂતલાદિની સાથે થાય છે અને તે દ્રવ્ય છે. પરંતુ જોય એવો જે અભાવ તે દ્રવ્ય નથી માટે ત્યાં સંયોગસત્રિકર્ષ થતો નથી. પરંતુ આધારભૂતદ્રવ્ય જણાયે છતે તેના વિશેષણભૂત એવો અભાવ, અથવા તેના વિશેષ્યભૂત એવો અભાવ વિશેષણતાસશિકર્ષ અને વિશેષ્યતાસશિકર્ષવડે જણાય છે. એમ તૈયાયિકો માને છે.
અભાવના આધારભૂત ભૂતલાદિ જે કોઈ હોય, તે જો દ્રવ્ય હોય તો ચક્ષુથી સંયુક્ત ભૂતલ બને છે અને તેની વિશેષણતા અથવા વિશેષતા અભાવમાં વર્તે છે માટે સંયુક્તવિશેષણતા અને સંયુક્તવિશેષ્યતા સત્રિકર્ષ કહેવાય છે.
પરંતુ અભાવનું અધિકરણ જો ભૂતલાદિ દ્રવ્ય ન હોય પરંતુ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેનારા ગુણો અથવા જાતિ જો અભાવનું અધિકરણ બનતાં હોય તો સંયુકતસમવેત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org