________________
અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ
એ અભાવાત્મક નથી પરંતુ દ્રવ્ય છે. આવા પ્રકારની જૈનોની યુક્તિ સામે હવે નૈયાયિક ચર્ચા કરે છે -
૩૪૭
નૈયાયિક = “જે પદાર્થનું ગ્રહણ (જ્ઞાન) જેટલી સામગ્રીવડે થાય છે. તે પદાર્થના અભાવનું જ્ઞાન પણ તેટલી જ તે સામગ્રીવડે જ થાય છે. (જેમ ઘટપટાદિ પદાર્થોનું જ્ઞાન પ્રકાશપુંજવડે જ થાય છે તેથી ઘટપટાદિ પદાર્થોના અભાવનું જ્ઞાન પણ પ્રકાશપુંજવડે જ થાય. તે બરાબર ઉચિત જ છે.) પરંતુ હૈં = આ સંસારમાં મનોહ્ત્વ = તેજનું ગ્રહણ સ્વતંત્રપણે જ અન્ય આલોકની અપેક્ષા વિના જ તદ્ પ્રદ્દળમ્ આતોતિમ્ = તે ગ્રહણ (જ્ઞાન) થતું જોવાયેલું છે. આ કારણથી તે તેજના અભાવનું એટલે કે અંધકારનું ગ્રહણ પણ તેવું અર્થાત્ આલોક વિના જ સ્વતંત્રપણે કેમ ન થાય ? થાય જ. સારાંશ કે જે પદાર્થ આલોકવડે દેખાય તેનો અભાવ પણ આલોકવડે જ દેખાય. પરંતુ જે પદાર્થ વિના આલોકે દેખાય તેનો અભાવ પણ વિના આલોકે જ દેખાય. માટે અંધકાર અભાવાત્મક જ છે. તેજ આલોક વિના દેખાય છે તેથી અંધકાર પણ આલોક વિના દેખી શકાય છે. તેથી અંધકારને પદાર્થ (દ્રવ્ય) માનવાની જરૂર નથી.
જૈન અહો ? વિષનું પાન કર્યું છે જેણે એવા પણ આ તૈયાયિકના ઓડકાર અમૃતના છે. કારણ કે નૈયાયિક વાસ્તવિકપણે અંધકારને દ્રવ્ય માનતા નથી ફક્ત પ્રકાશનો અભાવ એ જ અંધકાર છે એમ માને છે. એટલે અંધકાર એ દ્રવ્ય હોવા છતાં તેને દ્રવ્ય ન માનતાં કેવળ અભાવાત્મક જ માને છે તેથી વાસ્તવિક વાતને છુપાવે છે માટે પીતવિષ છે. છતાં તુ જે કંઈ બોલે છે તેમાંથી એ પ્રમાણે બોલતા તારાવડે જ હે નૈયાયિક ! અંધકારમાં દ્રવ્યતાનો વ્યવહાર સિધ્ધ થાય છે. તારા ઉપરોક્ત વાક્યથી તમમાં દ્રવ્યતાની સિધ્ધિ થાય છે. માટે ઓડકાર અમૃતના છે.
=
નૈયાયિક :- હે જૈનો ! તમારી આ આવા પ્રકારની બોલવાની ચાલ, એ આવા પ્રકારની એક ઈન્દ્રજાળ હોય શું ? તેમ લાગે છે. અર્થાત્ હું તો અંધકારને તેજના અભાવાત્મક માનું છું અને એની જ સિધ્ધિ કરૂં છું અને એ સિધ્ધ કરવા માટે જ બોલું છું. પરંતુ તે જ વચનથી ઉલટી અંધકારમાં દ્રવ્યતાની સિધ્ધિ થઈ જાય છે આવું તમારૂં જૈનોનું બોલવું ઇંદ્રજાળ છે કે શું ? તમારૂં જૈનોનું બોલવું કંઈ સમજાતું નહીં.
જૈન :- હે નૈયાયિક ! જો તમે આ પ્રમાણે અમને પુછતા હો તો, હા, આ ઇંદ્રજાળ આ રીતે છે. તે તમારા વડે બરાબર દેખાઓ.
હે નૈયાયિક ! તમે જ ઉપર કહી ગયા છો કે “જે પદાર્થ જે સામગ્રીવડે ગૃહીત થાય છે. તેનો અભાવ પણ તે જ સામગ્રીવડે ગૃહીત થાય છે.” તો અહીં આલોક (પ્રકાશ-તેજ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org