________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
ખરેખર ચક્ષુના સંયોગવડે ગ્રહણ થાય છે. કારણ કે તમે પ્રકાશને દ્રવ્ય માનો છો અને ચક્ષુનો સંયોગ તેની સાથે થાય છે તેનાવડે તે જણાય છે એમ તમે માનો છો હવે આલોક જો ચક્ષુના સંયોગથી ગૃહીત થાય તો તે આલોકનો અભાવ પણ તે જ સામગ્રીવડે અર્થાત્ ચક્ષુના સંયોગવડે જ ગૃહીત થાય છે. તેથી તે અંધકારના ગ્રહણમાં પણ ચો ભાવો ચાવતા'' ઇત્યાદિ ન્યાયથી ચક્ષુના સંયોગનો સદ્ભાવ માનવો જ પડશે. અને એમ માનવાથી તમારી ઈચ્છા હોય કે ન હોય તો પણ તે તમમાં આવાતા દ્રવ્યતાપત્તિ: દ્રવ્યતાની પ્રાપ્તિ આવી જ. કારણ કે સંયોગ એ ગુણ હોવાના કારણે દ્રવ્યમાં રહેવાવાળો છે. તેથી આલોકગ્રહણ વખતે ચક્ષુનો સંયોગ આલોકદ્રવ્યમાં વર્તે છે. તે જ પ્રમાણે તમન્ના ગ્રહણ વખતે ચક્ષુનો સંયોગ તમમાં પણ વર્તે જ. અને ચક્ષુનો સંયોગ એ ગુણ હોવાથી તેના આધારભૂત તમસ્ પણ તેજની જેમ દ્રવ્ય જ થશે. આ રીતે તમે જેને અભાવાત્મક સિધ્ધ કરવાના હતા. તેને જ દ્રવ્ય તરીકે સિધ્ધ કરી બેઠા. માટે આ ઇંદ્રજાળ થઈને ?
૩૪૮
નૈયાયિક :- હે જૈનો ! અમને આ દોષ તો આવે કે જો આ અંધકાર તેજની જેમ ચક્ષુથી સંયુક્ત થયો છતો ગૃહીત થાય છે એમ માનીએ તો, પરંતુ અમે તો એમ માનીશું કે આ અંધકાર અસંયુક્ત (ચક્ષુના સંયોગ વિના જ) જોવાય છે. તો અમને અંધકારમાં દ્રવ્યતાની આપત્તિ ક્યાંથી આવશે ?
જૈન :- હે નૈયાયિક ! જો તમે ઉપરોક્ત બચાવ કરશો તો ‘‘યા માવો યાવતા ઇત્યાદિ વાક્ય દ્વારા “જે પદાર્થ જે સામગ્રીવડે ગૃહીત હોય તેનો અભાવ પણ તે જ સામગ્રીવડે ગૃહીત થાય છે” આવો ન્યાય મૃષાવચન કેમ નહી થાય ? અર્થાત્ તમારો આ ન્યાય જુઠો પડશે. કારણ કે આલોક ચક્ષુસંયોગવડે ગૃહીત માનો છો અને આલોકનો અભાવ જે અંધકાર તે ચક્ષુના સંયોગ વિના ગૃહીત થાય છે. એમ માનો તો “યો માવો યાવત'' ઇત્યાદિ ન્યાય ક્યાં રહ્યો ? માટે તમારો ન્યાય જુઠો થશે.
અથવા તમોને નૈયાયિકોને બીજો પણ આવા પ્રકારનો દોષ આવશે - તમે ચક્ષુને પ્રાપ્યકારી માનો છો. એટલે ચક્ષુવડે જે કોઈ પદાર્થ દેખાય, ત્યાં ચક્ષુ પ્રાપ્યકારી માનેલી હોવાથી ચક્ષુ અને તે તે વિષયનો સંયોગ થવો જ જોઈએ અને અહીં અંધકારના વિષયમાં તો તમે તેવા પ્રકારનો ચક્ષુસંયોગ માનતા નથી. તેથી ચક્ષુનું પ્રાપ્યકારિતાનું કથન સૂપપાદ કેમ ઘટશે ? અર્થાત્ આ કથન યુક્તિસંગત કેમ થશે ?
11
विशेषणविशेष्यभावसम्बन्धबन्धुरस्यान्धकारस्य ग्रहणाद् अयमदोष इति चेत् । कतमस्यैष विशेषणम् ? न शरीरस्य, तदन्यत्रापि प्रतिभासनात् । नापि भूतलकलश
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org