________________
૩૫ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
(૬) દ્રવ્ય-ગુણ- અને ક્રિયા આ ત્રણથી ભિન્ન કાર્યત્વ છે તે. (૭) અંધકાર એ પ્રકાશનો વિરોધિ છે તે. (૮) અંધકારને ભાવાત્મક સ્વરૂપતા સાધી આપે તેવા પ્રકારના પ્રત્યક્ષાદિ પ્રમાણોનો જે
અભાવ છે તે.
આવા પ્રકારના આઠ હેતુઓ સંભવી શકે છે. કહો તમે કયા હેતુ વડે તમારો પક્ષ સિધ્ધ કરવા ઈચ્છો છો ? આઠ પાંખવાળી જાણે રાક્ષસી હોય તેમ આ આઠ હેતુઓ તમારા પક્ષરૂપી ભણ્યનું ભોજન કરવામાં વિચક્ષણ એવા તૈયાર જ છે.
હવે નૈયાયિકવતી ટીકાકારશ્રી જ એકેક હેતુને રજુ કરીને તેનું ખંડન ચાલુ કરે છે. 'तत्र न तावदाद्यः पक्षः क्षेमङ्करः, "कुम्भोऽयं स्तम्भोऽयम्" इति हि यथा कुम्भादयो भावा विधिमुखेन प्रत्यक्षेण प्रेक्ष्यन्ते, तथा “इदं तमः" इति तमोऽपि । अभावस्पतायां तस्य प्रतिषेधमुखेन प्रत्ययः प्रादुःष्यात्, यथा “कुम्भोऽत्र नास्ति' इति । ननु नाशप्रध्वंसादिप्रत्यया विधिमुखेनाऽपि प्रवर्तमाना दृश्यन्ते । नैवम्, नाशादिशब्दानामेव भावप्रतिषेधाभिधायकत्वात् । अत एव हि कुम्भस्य प्रध्वंस इति सोपपदानामेषां प्रयोगोपपत्तिः ।
यदि तु तमःप्रभृतिशब्दा अपि तत्समानार्थतामाबिभ्रीरन्, तदानीं “कुम्भस्याभावः" इतिवत् “आलोकस्य तमः" इत्यपि प्रोच्येत । न चैवं कश्चिद् विपश्चिदपि प्रवक्ति ।
अथाऽऽलोकाभावे संकेतितस्तमःशब्दः, नाभावमात्रे । ततो न तथाव्यपदेश इति चेत् - नैवम्, यदि ह्यन्धकारख्योऽभावोऽपि विधिमुखेन वीक्ष्यते, तदानीं किमन्यदेतस्य भाववैलक्षण्येन लक्ष्यमाणत्वं स्याद् यतो हेतुसिद्धिर्भवेत् ?
ઉપર જણાવેલા આઠ હેતુઓમાંનો જે પહેલો હેતુ છે તે જો કહેશો તો તે ક્ષેમંકર નથી. અર્થાત્ નિર્દોષ નથી. કારણ કે પહેલા હેતુનો અર્થ એવો છે કે ભાવાત્મક પદાર્થ જે રીતે જણાય છે તેના કરતાં અંધકાર વિલક્ષણપણે જણાય છે માટે અંધકાર એ અભાવાત્મક છે. પરંતુ “આ કુંભ છે. આ સ્તંભ છે” વિગેરે કુંભાદિ પદાર્થો જે રીતે વિધિમુખે (છે. છે. એ રીતે) પ્રત્યક્ષપણે જણાય છે, તેવી જ રીતે “આ અંધકાર છે. આ અંધકાર છે” એ પ્રમાણે અંધકાર પણ વિધિમુખે જ જણાય છે.
જો તે અંધકાર અભાવાત્મક માનવામાં આવે તો જેમ “આ ભૂતલ ઉપર કુંભ નથી” એમ નિષેધમુખે અભાવનો બોધ થાય છે એ જ પ્રમાણે પ્રતિષેધમુખે બોધ થવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org