________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
એવા તે અંધકારનો અનુભવ સંભવી શકે ? સારાંશ કે ભૂતલ દેખાય છે તો તેને જોઈને આ ભૂતલ ઉપર ઘટ નથી એમ ઘટાભાવનો બોધ કરી શકાય છે પરંતુ અંધારામાં તો હાથની હથેળી પણ જો દેખાતી નથી તો ઈતર કોઈ પદાર્થ દેખાવાનો જ નથી. અને જો ઈતર કોઈ પદાર્થ દેખાય જ નહીં તો તેમાં અંધકારના અભાવનો અનુભવ કેમ થઈ શકે ? ભાવાન્તરનો ઉપલંભ હોય તો જ વિવક્ષિત અભાવનો ઉપલંભ થઈ શકે. તે અહીં નથી.
૩૪૬
તથા વળી બીજી યુક્તિ એવી પણ છે કે ભૂતલાદિ ઉપર જે ઘટ-પટાદિનો અભાવ દેખાય છે. ત્યારે દેદીપ્યમાન એવા સૂર્ય-ચંદ્ર અને દીપકના પ્રકાશનો પૂંજ હોય છે. ત્યારે જ દેખાય છે. એના ઉપરથી એવી ન્યાયમુદ્રા નિશ્ચિત થાય છે કે જેમ ઘટ-પટ આદિ પદાર્થો જોવામાં દેદીપ્યમાન પ્રભા નિમિત્ત છે. તેમ ઘટ-પટ આદિના અભાવને જોવામાં પણ દેદીપ્યમાન પ્રભા નિમિત્ત છે જ. તો પછી પ્રદીપાદિની પ્રભાના સમૂહની જાજ્વલ્યમાનતા વિના આ અંધકારનો ઉપલંભ કેમ થશે ? કારણ કુંભાદિનો અભાવ તો તે પ્રભાપુંજની જાજ્વલ્યમાનતા હોતે છતે જ અનુભવાતો જોવાય છે. ઘટ-પટાદિનો અભાવ પ્રભાપુંજ હોતે છતે જણાય અને પ્રકાશનો અભાવ પ્રભાપુંજ વિના જણાય એમ ભિન્ન ભિન્ન માનવામાં આ શું ન્યાય મુદ્રાનું ઉલ્લંઘન કરેલું ન થાય ? અર્થાત્ વ્યાજબી નથી. ઘટ-પટાદિનો અભાવ જો પ્રકાશપુંજ વડે જણાય છે તો અંધકાર પણ અભાવાત્મક જો હોત તો તે પણ પ્રકાશપુંજ વડે જ જણાવો જોઈએ. પ્રકાશપુંજ વિના ન જણાવો જોઈએ.
अथ यो भावो यावता सामग्ग्रेण गृह्यते तदभावोऽपि तावतैव तेन । तदिहाऽऽलोकस्य स्वातन्त्र्येणाऽऽलोकान्तरमन्तरेणैव ग्रहणमालोकितम् - इति तदभावस्यापि तत् किं न स्यात् ? इति चेत्, अहो पीतविषस्याप्यमृतोद्गारः । एवं वदता त्वयैव तमसि द्रव्यताव्याहारात् । किमिदमीदृशमिन्द्रजालम् ? इति चेत्, इदमीदृशमेवेन्द्रजालमालोक्यतामालोकः किल चक्षुषा संयोगाद् गृह्यते, यदि च तदभावस्यापि तत्सामग्ग्रेणैव ग्रहणं स्यात्, तदा तस्यापि ग्रहणे चक्षुः संयोगसद्भावादायाता द्रव्यतापत्तिः । संयोगस्य गुणत्वेन तद्वृत्तित्वात् । अथासंयुक्तोऽप्ययं प्रेक्ष्यते, तदा कथं यो भाव यावतेत्याद्यं मृषोद्यं न स्यात् ? कथं वा चक्षुषः प्राप्यकारिताप्रवादः सूपपादः स्यात् ?
જૈનોએ ઉપ૨ જે યુક્તિ આપી છે કે જો અંધકાર એ અભાવાત્મક હોત તો ઘટપટાદિનો અભાવ જેમ પ્રકાશપુંજ વડે જ પ્રકાશિત થાય છે તેમ તેજના અભાવાત્મક એવો આ અંધકાર પણ પ્રકાશપુંજ વડે જ પ્રકાશિત થવો જોઈએ, પરંતુ અન્યથા નહીં અને તમસ્ તો પ્રકાશપુંજ વિના જ પ્રકાશિત થાય છે માટે માનવું જોઈએ કે આ અંધકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org