________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
દ્રવ્યની સાથે અવ્યભિચાર હોવાથી, અને જે જે સ્પર્શવાળું દ્રવ્ય છે તે તે દ્રવ્ય મહત્પરિમાણવાળું થયું છતું અન્યદ્રવ્યના પ્રતિઘાતમાં હેતુ બનતું હોવાથી, જેમકે ભીંતઘટ-ટેબલ આદિ પદાર્થો રૂપવાન્, સ્પર્શવાન્ અને મહત્ત્પરિમાણવાળાં હોવાથી ચાલતા પુરૂષને પ્રતિઘાતનો (અથડામણનો) હેતુ બને છે. તે જ પ્રમાણે તમસ્ પણ જો દ્રવ્ય હોત તો રૂપવાન્, સ્પર્શવાનુ, મહત્ત્પરિમાણવાળું અને પ્રતિઘાતનું નિમિત્ત બનવાથી તે અંધારામાં હરતા ફરતા પુરૂષને પ્રતિબંધ (અથડામણ) કરનારૂં બનવું જોઈએ.
૩૪૪
આવા ગાઢ અંધારામાં હરતા ફરતા પુરૂષને અંધારૂં જ પ્રતિબંધ કરનારૂં કોની જેમ બનશે ? તે સમજાવતા ત્રણ દૃષ્ટાન્ત આપે છે - (૧) જેમ (તરતતર) અતિશય ચંચળ એવા અને (તુ૬) ઉંચા (તન્ત્) ઉછળતા એવા, (તાલુપરમ્પરા) મોજાંઓના સમૂહથી ( પેતા) યુક્ત એવા, ( પારાવાર) સમુદ્રમાં (અવતાર વ) ઉતરવાની જેમ, અર્થાત્ આવા અતિશય ચંચળ અને ઘણા જ ઉંચા ઉછળતા એવા ભયંકર મોજાંઓથી ભરપૂર એવા સમુદ્રમાં જો કોઈ પુરૂષ ઉતરે, તો તે પુરૂષને જેમ તે મોજાં આગળ આગળ જવામાં પ્રતિબંધ કરનાર બને છે તેમ અંધકાર જો દ્રવ્ય હોય તો તે અંધકારમાં હરતા ફરતા પુરૂષને અંધકાર જ પ્રતિબંધ કરનાર બનવું જોઈએ.
(૨) (પ્રથમનતધર) નવા ચડી આવેલા પ્રથમ મેઘની ( ધારા ) જલધારાઓની ( ઘોરી) પંક્તિવડે ( ઘૌત ) ધોવાયેલા એવા (અન્ન) કાળા કાળા અંજનિગિર નામના પર્વતના ( રીય: ) ઉંચા ઉંચા મોટા ( શૃઙ્ગ) એવા શિખરોની સાથે ( પ્રતિવાવિનિ વ) જાણે હરિફાઈ કરતા હોય તેવા અંધારામાં, પુરૂષને પ્રતિબંધ થવો જોઈએ, સારાંશ કે અંજનિંગિર નામનો પર્વત કાળો છે જ, અને તેના ઉપર નવા ચડી આવેલા પ્રથમ મેઘની સતત જલધારાઓ વરસતી જ હોય ત્યારે ધારાઓની પંક્તિઓ વડે ધોવાયેલો તે અંજનિગિર વધારે કાળાપણે ચમકે છે. તેવા અતિશય ગાઢ કાળા અંજનિગિરનાં ઉંચાં શિખરો જેમ બહુ જ કાળાં છે અને હાલતા ચાલતા પુરૂષને તે પ્રતિઘાત કરનારાં છે તેમ આ અંધકાર પણ આવા અંજનગિરિના શિખરોની સાથે હરિફાઈ કરે તેવું વધુ ગાઢ કાળું છે અને દ્રવ્ય તરીકે જૈનોએ માનેલું હોવાથી તે અંધકાર પણ હરતા ફરતા પુરૂષને પ્રતિબંધ કરનારૂં બનશે.
(૩) (નિયંત્) નિકળતાં અર્થાત્ ઝરતાં એવાં, (નિરિ) ઝરણાંઓના (જ્ઞાતિ) ખળભળાટવાળા, (વાત) પાણીના ( તુરશીના) દુ:ખે કરીને રોકી શકાય એવા બિન્દુઓના સાર) વેગથી (સિઘ્યમન) સિંચાતાં એવાં (અભિરામ ) મનોહર એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org