________________
૩૪ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
સૂત્રાર્થ - અવધિજ્ઞાનાવરણીય કર્મના વિલયવિશેષથી (એટલે ક્ષયોપશમવિશેષથી) ઉત્પન્ન થનારું, ભવ અને ગુણના નિમિત્તવાળું, દ્રવ્યોમાં ફક્ત રૂપીદ્રવ્યોને જ જોવાના વિષયવાળું, આવું જ જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે.
अवधिज्ञानावरणस्य विलयविशेषः क्षयोपशमभेदः, तस्मात् समुद्भवति यत्, भवः सुरनारकलक्षणः, गुणः सम्यग्दर्शनादिः, तो प्रत्ययौ हेतू यस्य तत्तथा, तत्र भवप्रत्ययं सुरनारकाणाम्, गुणप्रत्ययं पुनर्नरतिरश्चाम्, रूपिदव्यगोचरं रूपद्रव्याणि पृथिवीपाथपावकपवनान्धकारच्छायाप्रभृतीनि तदालम्बनमवधिज्ञानं ज्ञेयम् ॥
અવધિજ્ઞાનાવરણીય કર્મનો જે વિલયવિશેષ અર્થાતુ ક્ષયોપશમવિશેષ, તેનાથી જે ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. એટલે કે અવધિજ્ઞાનની ઉત્પત્તિ અવધિજ્ઞાનાવરણીય કર્મના હીનાધિક એવા ક્ષયોપશમવિશેષથી જ થાય છે.
તથા ભવ એટલે દેવ અને નરકસંબંધી જે જન્મ તે, તથા ગુણ એટલે સમ્યગ્દર્શનાદિ વિશિષ્ટરત્નત્રયી, તે બન્ને છે પ્રત્યય જેના, અર્થાત્ તે ભવ અને ગુણ છે હેતુ-નિમિત્ત જેના એવું આ અવધિજ્ઞાન છે. જો કે અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ થાય છે. તથાપિ તે ક્ષયોપશમ થવામાં કાં તો દેવ-નરકસંબંધી ભવ નિમિત્ત બને છે. અથવા મનુષ્યતિર્યંચના ભવમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી સ્વરૂપ ગુણ નિમિત્ત બને છે. તેથી જ અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અને (૨) ગુણપ્રત્યયિક અવધિ જ્ઞાન. તે બે ભેદોમાંથી જે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે તે દેવ નારકીના જીવોને હોય છે. અને વળી જે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન છે તે મનુષ્યતિર્યંચોને હોય છે.
તથા આ અવધિજ્ઞાન રૂપીદ્રવ્યોના વિષયવાળું છે. એટલે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેમાં હોય તે રૂપીદ્રવ્યો કહેવાય છે. જેમકે પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, અંધકાર, છાયા વિગેરે દ્રવ્યો, તે તે રૂપી દ્રવ્યોના આલંબનવાળું, એટલે કે માત્ર રૂપીદ્રવ્યોને જ જોઈ શકવાના સ્વભાવવાળું જે જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે.
अत्र न्यायमार्गानुयायिनः संगिरन्ते - ननु पृथिव्यादीनां चतुर्णां सकर्णा वर्णयन्तु द्रव्यताम् । तिमिरच्छाययोस्तु द्रव्यता वाचोयुक्तिः युक्तिरिक्तैव । भासामभाव एव हि तमश्छाये गदतां सच्छाये । तथाहि - शशधरदिनकरकरनिकरनिरन्तरप्रसरासम्भवे सर्वतोऽपि सति तम इति प्रतीयते । यदा तु प्रतिनियतप्रदेशेनाऽऽतपत्रादिना प्रतिबद्धस्तेजःपुञ्जो यत्र यत्र न संयुज्यते तदा तत्र तत्र च्छायेति प्रतीयते, प्रतिबन्धकाभावे तु स्वरूपेणालोक समालोक्यत इत्यालोकाभाव एव तमश्छाये ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org