________________
૩૪ ૧
પારમાર્થિક પ્રત્યક્ષનાં કારણો અને ભેદો
अस्य भेदावुपदिशन्ति - આ પારમાર્થિકપ્રત્યક્ષના બે ભેદો છે. તે જણાવે છે.
तद् विकलं सकलं च ॥२-१९॥ સૂત્રાર્થ : - તે પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદો છે. (૧) વિકલ (અર્થાત્ અપૂર્ણ), અને (૨) સકલ (સંપૂર્ણ). //ર-૧૯
असम्पूर्णपदार्थपरिच्छेदकत्वाद् विकलं, तद्विपरीतं तु सकलम् ॥२-१९॥
અસંપૂર્ણ પદાર્થોનું બોધક હોય એવું જ્ઞાન તે વિકલ કહેવાય છે. અને તેનાથી વિપરીત જે જ્ઞાન હોય છે તે સકલ કહેવાય છે. અવધિજ્ઞાન માત્ર રૂપીદ્રવ્યવિષયક હોવાથી અને તે પણ અસર્વ પર્યાયવિષયક હોવાથી વિકલ છે. તથા મન:પર્યવજ્ઞાન તો માત્ર ચિંતિત મનોવર્ગણાના વિષયવાળું જ હોવાથી અને તે પણ અઢીદ્વિીપગત સંજ્ઞી પંચેન્દ્રિયજીવોવડે ગૃહીત વર્ગણાનાજ વિષયવાળું હોવાથી અતિશય અલ્પવિષયવાળું છે માટે તે બન્ને જ્ઞાનો વિકલ છે અને તેનાથી વિપરીત એટલે કે સર્વ દ્રવ્ય-સર્વક્ષેત્ર, સર્વકાળ, અને સર્વભાવને જાણવાના વિષયવાળું એવું જે કેવળજ્ઞાન છે. તે સંપૂર્ણ પદાર્થનું બોધક હોવાથી સકલ છે. Al૨-૧૯.
विकलं भेदतो दर्शयन्ति - વિકલ એવું જે પારમાર્થિક પ્રત્યક્ષ છે તેને ભેદથી જણાવે છે. तत्र विकलमवधिमन:पर्यायज्ञानरूपतया द्वेधा ॥२-२०॥
સૂત્રાર્થ :- વિકલ એવું પારમાર્થિકપ્રત્યક્ષજ્ઞાન અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન રૂપે બે પ્રકારનું છે. એર-૨૦
સુમન્ = આ સૂત્રનો અર્થ અતિ સુગમ છે. તેથી વિશેષ ટીકા નથી. પારમાર્થિકપ્રત્યક્ષજ્ઞાનના જે બે ભેદો છે (૧) વિકલ અને (૨) સકલ. તે બેમાંથી પ્રથમભેદ જે વિકલ છે તેના બે ભેદ છે (૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યાયજ્ઞાન. //ર-૨૦માં
अवधिं लक्षयन्ति - હવે અવધિજ્ઞાનનો અર્થ સમજાવે છે. अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं
रूपिद्रव्यगोचरमवधिज्ञानम् ॥२-२१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org