________________
અવગ્રહાદિ કથંચિત્ ભિન્નભિન્ન છે
૩૩૯ તેનો અવગ્રહ કેવી રીતે થાય? અર્થાતુ ન થાય, અને જો “આ કંઈક છે” એવો સામાન્ય અવગ્રહ જ ન થયો હોય તો શું સર્પ હશે કે રજુ હશે? એવો સંશય કેમ થાય? અર્થાત્ સંદેહ થતો નથી. એ જ રીતે સંદેહ વિના ઈહા, ઈહા વિના અપાય, અને અપાય વિના ધારણા થઈ શકતી નથી. જો અંકુરા જ ફુટ્યા ન હોય તો થડ કેમ થાય? જો થડ જ ન થાય તો શાખા પ્રશાખા-ફુલ-ફળ અને બીજ કેમ થાય? માટે આ જ ક્રમે જ્ઞાનોત્પત્તિ થાય છે. ર-૧દા
क्वचिदेषां तथाक्रमानुपलक्षणे कारणमाहुः --
કોઈક સ્થળે (પરિચિત પદાર્થનો ઝડપી બોધ થાય ત્યારે) આ દર્શન-અવગ્રહાદિનો તેવા પ્રકારનો જે ક્રમ જણાતો નથી. તેમાં કારણ સમજાવે છે. -
क्वचित् क्रमस्यानुपलक्षणमेषामाशूत्पादात्,
उत्पलपत्रशतव्यतिभेदक्रमवत् ॥२-१७॥ સૂત્રાર્થ :- કમળના સો પાંદડાઓને ભાલાની અણીથી વિંધવાના ક્રમની જેમ કોઈક વખત આ દર્શન-અવગ્રહ આદિનો આ ઉત્પત્તિક્રમ આશુ ઉત્પાદના કારણે જણાતો નથી. ||૨-૧૭ll.
क्वचिदित्यभ्यस्ते करतलादौ गोचरे । शेषं व्यक्तम् ॥२-१७॥
વિવેચન - વ = કોઈ જગ્યાએ એટલે અતિશય અભ્યાસવાળા કરતલ આદિ પદાર્થોના વિષયમાં, એટલે અનેકવાર જોયેલ અને ગાઢ પરિચિત હથેળી આદિને જોવામાં દર્શન-અવગ્રહ-સંશય ઇત્યાદિનો ક્રમ જણાતો નથી છતાં પણ તે અવશ્ય થાય જ છે. શેષ સર્વ સ્પષ્ટ સમજાય તેમ છે.
ભાવાર્થ એમ છે કે જે વસ્તુ પરિચયવાળી હોય. વારંવાર જોવામાં આવેલી હોય, ગાઢ રીતે જાણીતી થઈ ચુકી હોય, તેવી વસ્તુમાં પ્રથમ દર્શન, પછી અવગ્રહ, પછી સંશય, ઇત્યાદિ ક્રમનો અનુભવ થતો નથી. પરંતુ તુરત જ નિર્ણયાત્મક અપાય અને ધારણા જ થતી દેખાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ત્યાં દર્શનાદિ થતા નથી. ત્યાં પણ પૂર્વોક્ત ક્રમથી જ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. પરંતુ અતિપરિચય હોવાના કારણે શીઘ્રતાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી તેમાં ઉપરોક્ત ક્રમ હોવા છતાં પણ જણાતો નથી.
જેમ ઉપરા ઉપર કમળની સો પાંખડીઓ ગોઠવીએ, અને તે સો પાંખડીઓને અતિશય બળવાન પુરૂષ તીક્ષ્ણ અણીવાળા ભાલાથી અતિબળથી વધે, તો એકી સાથે સો પાંદડાં વીંધાયાનો અનુભવ થશે પરંતુ ખરેખર તેમ નથી. એકેક પાંદડું વીંધાયા પછી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org