________________
૩૩૮
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૫-૧૬
व्यतिरेके दोषमाहुः
જો ઉપરોક્ત ક્રમ ન માનવામાં આવે તો, એટલે કે ક્રમના અભાવ રૂપ વ્યતિરેક માનવામાં જે દોષો આવે છે તે જણાવે છે -
રત્નાકરાવતારિકા
अन्यथा प्रमेयानवगतिप्रसङ्गः ॥२- १५ ॥
સૂત્રાર્થ :- જો ઉપરોક્ત ઉત્પત્તિક્રમ ન સ્વીકારવામાં આવે તો પ્રમેય વસ્તુનો (અનવગતિ) અબોધ થવાનો પ્રસંગ આવે. ।।૨-૧૫।।
अन्यथेति यथोक्तक्रमानभ्युपगमे । प्रतीयमानक्रमापह्नवे हि दर्शनादीनां प्रमेयापह्नव વ તો મવતીતિ ાર-શ્પા
વિવેચન - દર્શન-અવગ્રહ-સંશય-ઈહા-અપાય-અને ધારણા આ પ્રમાણે જ્ઞાનધારાનો જે ઉત્પત્તિક્રમ છે તે ન સ્વીકારવાથી, પ્રમેય એવી જે વસ્તુ, તેનો યથાર્થ બોધ થતો નથી. અર્થાત્ અબોધ અજ્ઞાનતા જ રહેવાનો પ્રસંગ આવે છે. કારણ કે જે કારણનો અપલાપ કરે તે તેના કાર્યનો પણ અપલાપી જ કહેવાય છે. તેમ અહીં દર્શનાદિમાં પૂર્વ પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર ઉત્તર પર્યાય કાર્ય છે. તેથી સાક્ષાત્ પ્રતીયમાન એવા આ ક્રમનો અપલાપ કરાયે છતે, તે દર્શનાદિ પૂર્વપૂર્વ જ્ઞાન પર્યાયોથી થતા ઉત્તર ઉત્તર જ્ઞાન પર્યાય સ્વરૂપ કાર્યનો પણ અપલાપ જ કરાયેલો થાય છે. માટે દર્શનાદિનો આ જ ક્રમ અને આ જ ક્રમે ઉત્તરોત્તર પર્યાયોની ઉત્પત્તિ સ્વીકારવી જોઈએ. અનુભવ પણ એમ જ થાય છે.
॥૨-૧૫
उक्तमेव क्रमं व्यतिरेकद्वारा समर्थयन्ते
ઉપર કહેલા ક્રમને જ વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા સમર્થન કરતાં કહે છે
न खल्वदृष्टमवगृह्यते, न चानवगृहीतं संदिह्यते, न चासंदिग्धमीहते, ન ચાનીતિમવેયતે, નાખનવેતં ધાર્યતે ાર-૬।।
સૂત્રાર્થ :- અદૃષ્ટનો અવગ્રહ થતો નથી, અવગ્રહ નહી થયેલા વિષયનો સંદેહ થતો નથી, સંદેહ નહી થયેલા વિષયની ઈહા થતી નથી. જેની ઈહા થઈ નથી તેનો અપાય થતો નથી, અને જેનો અપાય થયો નથી તેની ધારણા થતી નથી. ૫૨-૧૬॥
Jain Education International
स्पष्टम् =
સૂત્રના અર્થ ઉપરથી જ સ્પષ્ટ અર્થ સમજાય તેમ છે. તેથી ટીકાકારશ્રી ટીકા લખતા નથી. ભાવાર્થ આ પ્રમાણે છે કે વસ્તુનુ પ્રથમ જો દર્શન જ ન થયું હોય તો
For Private & Personal Use Only
www.jainelibrary.org