________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
તેની પછી પછીનું પાંદડું વીંધાયું છે. પરંતુ શીઘ્રછેદ હોવાથી તેમાં રહેલો જે ક્રમ, તે હોવા છતાં જણાતો નથી. તેમ અહીં પણ હથેળી આદિ જે જે વિષયો અતિ પરિચિત હોય છે તે તે વિષયો અતિપરિચયતાના કારણે શીઘ્ર જણાતા દેખાય છે. પરંતુ ક્રમ નથી એમ નહીં. ||૨-૧૭।
૩૪૦
पारमार्थिकप्रत्यक्षं लक्षयन्ति
સાંવ્યવહારિક પ્રત્યક્ષનું સ્વરૂપ સમજાવીને હવે ઇન્દ્રિયોની અપેક્ષા વિના કેવલ આત્માના નિમિત્તે જ થનારા પારમાર્થિકપ્રત્યક્ષનું લક્ષણ જણાવે છે -
पारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ॥२- १८॥
-
સૂત્રાર્થ :- વળી જે જ્ઞાન ઉત્પત્તિમાં માત્ર આત્માની જ અપેક્ષાવાળું હોય અર્થાત્ ઇન્દ્રિય અને આલોક-ધૂમાદિ બાહ્યનિમિત્તોથી નિરપેક્ષ હોય તે પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. ।।૨-૧૮।।
क्षय-क्षयोपशमविशेषविशिष्टमात्मद्रव्यमेवाव्यवहितं समाश्रित्य पारमार्थिकमेतदवध्यादिप्रत्यक्षमुन्मज्जति, न पुनः सांव्यवहारिकमिवेन्द्रियादिव्यवहितमात्मद्रव्यमाश्रित्येति ભાવઃ ।।૨-૧૮૫
વિવેચન - અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ શાનો પારમાર્થિક પ્રત્યક્ષ છે. તે ત્રણમાંથી અન્તિમ એવું કેવળજ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી પ્રગટ થાય છે. અને શેષ અધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન એમ બે શાનો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. ક્ષયોપશમ એટલે તીવ્રકર્મને મંદરસવાળું કરીને ઉદયથી ભોગવવું તે.
આ પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મના ક્ષય અથવા ક્ષયોપશમરૂપ વિશેષથી વિશિષ્ટ એવું, તથા અવ્યવહિત (વચ્ચે ઇન્દ્રિય-કે પ્રકાશ આદિ વ્યવધાન વિના જ માત્ર એકલા) આત્મદ્રવ્યને જ આશ્રયીને અવધિ આદિ ત્રણ જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે આ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. પરંતુ સાંવ્યવહારિક પ્રત્યક્ષની જેમ ઇન્દ્રિયાદિથી વ્યવહિત એવા આત્માને આશ્રયી જે જ્ઞાન પ્રગટ થતું નથી.
બાહ્ય ઇન્દ્રિયો, પ્રકાશ કે ધૂમાદિ એવા પ્રકારના કોઈપણ બાહ્ય આલંબન વિના માત્ર અવ્યવહિતપણે કેવળ એક આત્મદ્રવ્યને આશ્રયીને જ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી અથવા ક્ષયોપશમથી જે જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. ।।૨-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org