________________
અવગ્રહાદિ કથંચિત્ ભિન્નાભિન્ન છે
વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે વિરામ પામી જાય, આગળ વધે નહીં, અને કોઈ પ્રમાતાવડે તે જ વસ્તુને વિશિષ્ટ ક્ષયોપશમને લીધે કાળા-નીલા-ધોળા-પીળા આદિ વર્ણાદિના આકારોવડે, અથવા તે તે વસ્તુની વિશિષ્ટાકૃતિરૂપ આકારવડે અવગૃહીત કરાય છે. ત્યાર પછી કોઈ પ્રમાતા દર્શન અને અવગ્રહ કર્યા પછી વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે વિરામ પણ પામી જાય છે અને કોઈ પ્રમાતાવડે તે દર્શન અને અવગ્રહ થયા પછી વસ્તુનુ અતિશય સ્પષ્ટ સ્વરૂપ નિર્ધારિત ન થવાના કારણે સંદેહાત્મક પણે જણાય છે કે શું આ સર્પ હશે કે રજ્જુ ? ત્યારબાદ કોઈ પ્રમાતા આ પ્રમાણે દર્શન-અવગ્રહ અને સંશય કરીને વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે વિરામ પામી જાય છે. અને કોઈ પ્રમાતાવડે વિશિષ્ટ ક્ષયોપશમના કારણે ઉર્ધ્વફણાદિ અને વારંવાર થતા દીર્ઘાકાર અને કુંડલાકારાદિ પ્રતીકોને લીધે પ્રાયઃ આ સર્પ જ હોવો જોઈએ આ પ્રમાણે અપાયની અભિમુખ પહોંચીને પ્રતિનિયતાકારવડે ઈહા કરાય છે.
આ જ પ્રમાણે કોઈ પ્રમાતા ઈહા કરીને વિરામ પામે છે અને કોઈ પ્રમાતાવડે ઈહામાં વિચારેલ નિયત આકાર દ્વારા અપાય કરાય છે. ત્યારબાદ વિશિષ્ટ ક્ષયોપશમ વડે અપાય દ્વારા થયેલી અવિચ્યુતિ અને વાસના રૂપ સ્મૃતિનાં કારણોવડે કાલાન્તરે ફરીથી સ્મૃતિસ્વરૂપ ધારણાને પણ કોઈ પ્રમાતા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે દર્શન થાય તો જ પછી અવગ્રહ થાય, અળગ્રહ થાય તો જ પછી સંશય થાય. ઇત્યાદિ ઉપરોક્ત ક્રમવડે થતી જ્ઞાનની ઉત્પત્તિ સર્વ જીવોવડે અનુભવાય જ છે.
તથા વળી વમેવ મૂળુના= આ જ ક્રમ પ્રમાણે થવાના સ્વભાવવાળા એવા દર્શનાવરણીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મના ાયોપશમાત્મક કારણવડે આ દર્શનઅવગ્રહાદિ ઉત્પન્ન થાય છે. તેથી પણ તે દર્શનાદિનો આ જ ઉત્પત્તિક્રમ છે.
૩૩૭
ક્રમશ૨ ઉત્પન્ન થવાના સ્વભાવવાળાં કારણોવડે પોતાનું કાર્ય પણ ક્રમશર જ ઉત્પન્ન કરવા યોગ્ય છે. જેમ કે મૃત્પિડમાંથી પ્રથમ સ્થાસ થાય, પછી જ કોશ થાય છે. કોશ થયા પછી જ કુશુલ થાય છે અને કુશુલ થાય પછી જ ઘટાદિ થાય છે. અથવા પ્રથમ અંકુરા થાય પછી જ થડ થાય છે. થડ થાય પછી જ શાખા-પ્રશાખા-ફુલ-ફળ અને બીજ થાય છે. જેનાં કારણો ક્રમવર્તી છે તેનાં કાર્યો પણ ક્રમવર્તી જ હોય છે. તેની જેમ અહીં દર્શન-અવગ્રહ-સંશય-ઈહા અપાય અને ધારણા આદિમાં પણ ક્રમભાવિત્વ સમજી લેવું.
112-9811
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org