________________
૩૩ ૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૪
રત્નાકરાવતારિકા
એક એમ ક્રમસર જ થાય છે માટે, જેમ અંકુર-થડ અને શાખા વિગેરે, જે જે ક્રમભાવિ હોય છે તે તે પરસ્પર ભિન્ન હોય છે. જેમ અંકુરમાંથી થડ થાય છે. થડમાંથી શાખા થાય છે. માટે તે ભિન્ન ભિન્ન છે તેમ દર્શનાદિ પણ ભિન્ન ભિન્ન છે.
આ ત્રણે અનુમાનોમાં ત્રણ હેતુઓ છે અને તે ત્રણે હેતુઓને અનુસરતાં ક્રમશર ત્રણ દષ્ટાનો છે. એર-૧૭ll
अथामीषां क्रमनियमार्थमाहुःઆ દર્શનાદિ પાંચે પર્યાયોની ઉત્પત્તિનો આ જ ક્રમ કેમ છે? તે જણાવે છે -
क्रमोऽप्यमीषामयमेव, तथैव संवेदनात्, एवंक्रमाविर्भूतनिजकर्मक्षयोपशमजन्यत्वाच्च ॥२-१४॥
સૂત્રાર્થ :- આ દર્શનાદિ પાંચે પર્યાયોની ઉત્પત્તિનો પણ આ જ ક્રમ છે. કારણ કે તે પ્રકારે જ સંવેદન થાય છે. તથા આવા પ્રકારના ક્રમને અનુસારે જ પ્રગટ થયેલા પોતાના આવરણીયકર્મ (જ્ઞાનાવરણીયકર્મ)ના ક્ષયોપશમથી આ દર્શનાદિ ઉત્પન્ન થાય છે.
||૨-૧૪
अयमेव दर्शनावग्रहादिः अमीषां क्रमः, तेनैव क्रमेणानुभवात्, यदेव हि सन्मात्रमैक्षि, तदेव वर्णाद्याकारेण केनचिदवाग्राहि, तदनन्तरमनिर्धारितरूपतया सन्देहास्पदीचक्रे, ततोऽपि नियताकारेणेहामासे, ततोऽपीहिताऽऽकारेण निरणायि, पुनः कालान्तरे स्मृतिहेतुत्वेन धारयाञ्चक्रे इति सर्वैरनुभूयते ।
दर्शनज्ञानावरणक्षयोपशमलक्षणकारणेनाऽप्येवमेव भूष्णुनाऽमीषामुत्पाद्यत्वाच्चायमेव क्रमः । क्रमोत्पदिष्णुना हि कारणेन क्रमेणैव स्वकार्यं जनयितव्यम्, यथा स्थासकोशकुशूलच्छत्रादिनेति ॥२-१४॥
વિવેચન - ૩૧મીષાં = આ દર્શનાદિ જ્ઞાનપર્યાયોની ઉત્પત્તિનો આ જ ક્રમ છે. પ્રથમ દર્શન, પછી અવગ્રહ, પછી સંશય, પછી ઈહા, પછી અપાય અને પછી જ ધારણા ઉત્પન્ન થાય છે. સંસારી સર્વ જીવોમાં જ્ઞાનની માત્રા તે ક્રમવડે જ ઉત્પન્ન થતી અનુભવાય છે. તે આ પ્રમાણે -
દૂર દૂર રહેલી જે વસ્તુને “આ કંઈક પણ સત્ પદાર્થ છે” એમ સૌથી પ્રથમ સત્તામાત્ર રૂપે જોવાઈ હોય, તે જ વસ્તુને સત્તારૂપે દર્શન કર્યા પછી કોઈ પ્રમાતાનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org