________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૩
રત્નાકરાવતારિકા
સૂત્રાર્થ :- અસંકીર્ણસ્વભાવ હોવાના કારણે અસમસ્તપણે પણ ઉત્પન્ન થતા હોવાથી, તથા વસ્તુના અપૂર્વ અપૂર્વ પર્યાયને પ્રકાશિત કરનાર હોવાથી, તથા ક્રમભાવિ હોવાથી આ દર્શનાદિ પાંચે ભિશ ભિન્ન છે. ૧૨-૧૩૫
૩૩૪
વિવેચન - દર્શન-અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા આ પાંચેમાં જ્ઞાનમાત્રા હીનાધિક હોવાથી એક-બીજામાં કોઈ ભળી જતાં નથી. તેને અસંકીર્ણસ્વભાવ કહેવાય છે. આવો અસંકીર્ણસ્વભાવ હોવાના કારણે પાંચે અવસ્થાઓનું સ્વરૂપ પરસ્પર પૃથક્પૃથક્ હોવાનો અનુભવ થતો હોવાથી આ દર્શનાદિ પાંચે પરસ્પર ભિન્ન છે. અસામત્સ્યેનાવ્યુત્પદ્યમાનત્વ આ પદ સડ્ડીસ્વિમાવતયાનુભૂયમાનત્વાત્ એ પદનો હેતુ છે, અને ... અનુભૂયમાનત્વાત્, પ્રાશાત્ અને મમાવિત્વાત્ આ ત્રણ પદો વ્યતિરિત્ત્વને ક્રિયાના હેતુઓ છે. માટે અનુમાનો ત્રણ જ છે. પરંતુ ચાર નથી.
તથા પ્રકારનો તે દર્શનાદિનો અનુભવ કોઈક વખત ૧, કોઈક વખત ૨, અને કોઈક વખત ૩, આદિની સંખ્યાવડે અસામન્ત્યપણે (અધુરાપણે) ઉત્પન્ન થતા હોય એવો થાય છે. સારાંશ કે અસામસ્ત્યપણે ઉત્પત્તિ હોવાથી અસંકીર્ણસ્વભાવે અનુભવ થાય છે. માટે ભિન્ન ભિન્ન છે. તે આ પ્રમાણે - વસ્તુનુ જ્ઞાન કરનારા પ્રમાતાનો ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર (હીનાધિક) હોવાથી કોઈક કાલે દર્શન અને અવગ્રહ બે જ પર્યાયો થાય છે અધિકજ્ઞાન થતું નથી. કોઈક વખત દર્શન-અવગ્રહ અને સંશય એમ ત્રણ જ પર્યાયોવાળું જ્ઞાન થાય છે પરંતુ અધિક થતું નથી અને કોઈક વખત દર્શન-અવગ્રહ-સંશય-ઈહા એમ ચાર પર્યાયોવાળું પણ જ્ઞાન થાય છે. એ જ રીતે ક્વચિત્ અપાય સુધી, અને ક્વચિત્ ધારણા સુધી પણ જ્ઞાન થાય છે. આ ઉપરથી આ દર્શનાદિ પાંચે પર્યાયોનો અસંકીર્ણસ્વભાવે અનુભવ સિધ્ધ થાય છે.
તથા અવગ્રહમાં ન જણાયું હોય તે ઈહાથી જણાય છે. ઈહામાં ન જણાયું હોય તે અપાયમાં જણાય છે અને અપાયમાં ન જણાયું હોય તે ધારણામાં જણાય છે. એમ અપૂર્વ અપૂર્વ અર્થનું પ્રકાશકપણું તે પાંચેમાં છે તે, અને ક્રમભાવિત્વ પણ પ્રત્યેક આત્માઓને અનુભવ સિધ્ધ જ છે. આ વિષયમાં ઘણું સમજાવવું પડે તેમ નથી કારણ કે સર્વ આત્માઓને આ અનુભવસિધ્ધ છે. આ પ્રમાણે (૧) અસંકીર્ણસ્વભાવ હોવાથી, (૨) અપૂર્વઅપૂર્વ અર્થ પ્રકાશક હોવાથી, અને (૩) ક્રમભાવિત્વ હોવાથી આ દર્શનાદિ પાંચે અવસ્થાઓ ભિન્ન ભિન્ન છે.
अत्र प्रयोगाः पुनरेवम् - येऽसङ्कीर्णस्वभावतयाऽनुभूयन्ते, अपूर्वापूर्ववस्तुपर्याय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org