________________
અવગ્રહાદિ કથંચિત્ ભિન્નભિન્ન છે
૩૩૩
વિવેચન - આ દર્શનાદિ પાંચે જ્ઞાનના પર્યાયો અધિક અધિક છે. વિશિષ્ટવિશિષ્ટ જ્ઞાનની માત્રા છે. તે સર્વે જો કે એક જીવની સાથે તાદાભ્યપણે હોવાથી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ઉપયોગ સ્વરૂપે એક જ છે. તો પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જ્ઞાનમાત્રા હીનાધિક હોવાથી ભિન્ન પણ છે તેથી તે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ભેદ જણાવવો તે પણ સૂપપાદ = યુકિતયુક્ત છે.
જીવનું લક્ષણ ઉપયોગ-જ્ઞાનદશા-ચેતના છે. અને આ દર્શનાદિ પાંચે ચેતનાની અવસ્થાઓ છે. તે પાંચે ચેતનારૂપે સમાન હોવાથી એક (અભિન્ન) પણ છે. છતાં દર્શન કરતાં અવગ્રહમાં ચેતના વિશેષ વિકસિત છે. અને અવગ્રહ કરતાં ઈહામાં ચેતના તેનાથી પણ વધારે વિકસિત છે. એમ અપાય-ધારણામાં વધારે વિકસિત ચેતના છે. વળી તે અવસ્થાઓનો ક્રમ પણ આ જ છે. તેથી તેઓનાં જુદાં જુદાં નામો છે. જેમ કે કોઈ એક મનુષ્ય જન્મથી મરણપર્યના મનુષ્યપણે એક = અભિન્ન છે. પરંતુ તેની શિશુ અવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થામાં પર્યાયર્દષ્ટિ વધારે વધારે વિકાસવાળી હોવાથી ભિન્ન ભિન્ન અવસ્થાઓ કહેવાય છે. અને તે અવસ્થાઓને લીધે અવસ્થાતા (આત્મા) પણ કથંચિત્ ભિન્ન ભિન્ન કહેવાય છે. તેમ દર્શનાદિ પાંચે અવસ્થાઓ “ઉપયોગ” રૂપ સામાન્ય ચેતનાને આશ્રયી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ અભિન્ન છે એક છે. પરંતુ તે દર્શનાદિ અવસ્થાઓ હીનાધિક ચૈતન્યની અપેક્ષાએ પર્યાયાર્થિકનયની દષ્ટિએ અનેક છે. ભિન્ન ભિન્ન પણ છે. તેથી દર્શન-અવગ્રહ-ઈહા- અપાય અને ધારણા આ સર્વેમાં પર્યાયાર્થિકનયથી વ્યપદેશભેદ પણ ઘટી શકે છે. બન્ને નયોની અપેક્ષાએ ભિન્ન ભિન્ન વાતો યુક્તિસંગત છે. //૨-૧રો
अथामीषां भेदं भावयन्ति =
હવે દર્શનાદિ આ પાંચે પર્યાયોનો ભેદ કયા કારણોથી છે ? તે કારણો (હેતુઓ) સમજાવે છે - असामस्त्येनाप्युत्पद्यमानत्वेनासङ्कीर्णस्वभावतयाऽनुभूयमानत्वात् अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्वात् क्रमभावित्वाच्चैते व्यतिरिच्यन्ते ॥२-१३॥
असङ्कीर्णस्वभावतया परस्परस्वरूपवैविक्त्येनाऽनुभूयमानत्वाद् दर्शनादयो भिद्यन्ते । तथाऽनुभवनमप्यमीषामसामस्त्येनाऽप्येकद्विव्यादिसंख्यतयोत्पद्यमानत्वादवसेयम् । तथाहि - प्रमातुर्विचित्रक्षयोपशमवशात् कदाचिद् दर्शनावग्रहौ, कदाचिद् दर्शनावग्रहसंशयादयः क्रमेण समुन्मज्जन्तीति सिद्धमतोऽसङ्कीर्णत्वेनैतेषामनुभवनम् । अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्व-क्रमभावित्वे अपि प्रत्यात्मवेद्ये एव ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org