________________
૩૩૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૧-૧૨
संशयपूर्वकत्वादीहायाः संशयाद् भेदः ॥२-११॥
पुरुषावग्रहानन्तरं हि "किमयं दाक्षिणात्य उतोदीच्यः" इत्यनेककोटिपरामर्शी संशयः । ततोऽपि प्रमातुर्विशेषलिप्सायां " दाक्षिणात्येनानेन भवितव्यम्" इत्येवमीहा जायते । इति हेतुहेतुमद्भावाद् तन्तुपटवद् व्यक्तमनयोः पृथक्त्वम् ॥२-११॥
સૂત્રાર્થ :- ઈહા સંશયપૂર્વક થતી હોવાથી સંશયથી ભિન્ન છે. ।।૨-૧૧॥
વિવેચન - “આ પુરુષ છે” આવા પ્રકારનો અવગ્રહ થયા પછી શું આ પુરુષ દક્ષિણદિશાના દેશનો (એટલે કે મદ્રાસ-બેંગ્લોર તરફનો) છે કે ઉત્તરદિશાના દેશનો (એટલે કે દિલ્હી - આગ્રા તરફનો) છે ? આવા પ્રકારનો એક ધર્મી એવા પુરુષમાં અનેક વિકલ્પોના ભેદોનો પરામર્શ કરવાવાળો ડોલાયમાન એવો જે બોધિવશેષ તે સંશય કહેવાય છે.
રત્નાકરાવતારિકા
તે સંશય થયા પછી પ્રમાતાને વધારે વિશેષધર્મોને જાણવાની વધુ જિજ્ઞાસા થયે છતે તે વિક્ષિત વસ્તુ જે ધર્મવાળી છે. તે અન્વય ધર્મોનો સ્વીકાર કરવા દ્વારા, તથા તે વિવક્ષિત વસ્તુ જે ધર્મવાળી નથી તે વ્યતિરેક ધર્મોનો ત્યાગ કરવા દ્વારા, અપાયની લગભગ અતિશય નજીક પહોંચી જવું. તે ઈહા કહેવાય છે. જેમ કે આ પુરુષ દેખાય છે તે ચોક્કસ દક્ષિણ દિશાના દેશનો જ હોવો જોઈએ. પરંતુ ઉત્તર દિશાના દેશનાં પ્રતીકો ન હોવાથી તે દેશનો ન હોય એમ લાગે છે. આવા પ્રકારનો, નિર્ણયની બહુ જ નજીક પહોંચેલો, જે બોધવિશેષ તે ઈહા કહેવાય છે. સંશય પૂર્વકાલવર્તી હોવાથી હેતુ છે. અને ઈહા પશ્ચાદ્કાલવર્તી છે માટે હેતુમ ્ છે. એમ હેતુ અને હેતુમદ્ભાવ હોવાથી તન્તુ અને પટની જેમ સંશય અને ઈહાનું પૃથક્પણું અતિશય સ્પષ્ટ જ છે. II૨-૧૧|
दर्शनादीनां कथञ्चिदव्यतिरेकेऽपि संज्ञाभेदं समर्थयन्ते
દર્શન આદિ (દર્શ-અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા) આ સર્વે ભેદો કચિત્ અભિન્ન હોવા છતાં પણ ભિન્ન ભિન્ન જે સંજ્ઞાભેદ છે તેનું ગ્રન્થકાર સમર્થન કરે છે. कथञ्चिदभेदेऽपि परिणामविशेषादेषां व्यपदेशभेदः ॥२- १२॥
यदप्येकजीवतादात्म्येन द्रव्यार्थादेशादमीषामैक्यम्, तथाऽपि पर्यायार्थादेशाद् भेदोऽपीति तदपेक्षया व्यपदेशभेदोऽपि सूपपाद इति ॥२- १२ ॥
સૂત્રાર્થ :- આ દર્શનાદિનો કથંચિત્ અભેદ હોવા છતાં પણ પરિણામ વિશેષ હોવાથી વ્યપદેશભેદ છે. ૧૨-૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org