________________
અવગ્રહાદિનાં લક્ષણો
૩૩૧
વિવેચન - તે અપાય જ અતિશય દેઢતમ અવસ્થાને જ્યારે પામે છે ત્યારે ધારણા એમ કહેવાય છે. એટલે કે અપાયકાલે વિવક્ષિત એવા જે વિષયનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે નિર્ણય જ, તે નિર્ણયમાં બહુ જ આદરવાળા એવા પ્રમાતાનો અતિશય પુષ્ટ બન્યો છતો, કેટલોક કાળ તે જ નિર્ણયનું સતત હોવું તેને ધારણા કહેવાય છે. જેમ કે આપણે એક સ્તવન કંઠસ્થ કર્યું. તે અપાય છે. પરંતુ કંઠસ્થ કરેલા તે સ્તવનને ત્યાં ને ત્યાં જ વારંવાર બોલી જવું. સતત તે સ્તવનની ગાથાઓમાં જ ઉપયોગવાળા બની તે સ્તવનને દઢીભૂત કરવું. આ પ્રમાણે અતિશય દઢીભૂત બનેલું અને કંઠસ્થ થયેલું એવું તે સ્તવન ધારણા કહેવાય છે.
કારણકે આવી દઢતમ અવસ્થાને પામેલો એવો આ ઉપાય જ પોતાનાથી વાસનારૂપે એકત્રિત થયેલી આત્માની શક્તિ વિશેષરૂપ સંસ્કાર જગાડવા દ્વારા કાળાન્તરે સ્મૃતિ કરાવવાને સમર્થ બને છે. જો સ્તવન કંઠસ્થ કર્યા પછી ત્યાં ને ત્યાં જ વધુ વખત બોલી દઢ કરવામાં આવ્યું ન હોય તો તેના સંસ્કાર હૈયામાં જામે નહીં અને તેથી કાલાન્તરે બોલતાં તે સ્મૃતિમાં આવે નહિ. તેથી આ અપાય કર્યા પછી ત્યાં ને ત્યાં જ આ અપાયના જ ઉપયોગમાં એવા લીન રહેવાનું કે જેથી આ થયેલ અપાય મજબૂત પાયાવાળો બને, તેવો મજબૂત પાયાવાળો બનેલો જ ગાઢતમ અવસ્થા યુક્ત અપાય તે જ (અવિસ્મૃતિ નામની) ધારણા કહેવાય છે. અને આવા પ્રકારની અવિસ્મૃતિ થઈ હોય તો તે અવિસ્મૃતિ આ આત્મામાં વાસનારૂપ એવા પ્રકારના તે વિષયના નિર્ણય સંબંધી ગાઢ સંસ્કારો ઉત્પન્ન કરે છે કે જે સંસ્કારોના પ્રતાપે ભાવિમાં તે જ વિષયનું સ્મરણ થઈ શકે છે. કંઠસ્થ કરેલું સ્તવન જો ગાઢતમ અવસ્થા પમાડાયું હોય તો તે સ્તવન હૈયામાં વાસિત થયું છતું કાળાન્તરે જ્યારે બોલવું હોય ત્યારે તુરત જ યાદ આવી જાય છે. અહીં સતત તે નિર્ણયના ઉપયોગમાં જ રહેવું અને કરેલા અપાયને અતિશય ગાઢ કરવો તે અવિશ્રુતિધારણા છે. અને તેના ગાઢ સંસ્કારો હૈયામાં જામી જવા તે વાસનાધારણા છે. તથા તે ગાઢ સંસ્કારો દ્વારા કાલાન્તરે તે વિષયનું જે સ્મરણ થઈ આવે તેને સ્મૃતિ નામની ધારણા કહેવાય છે. આ પ્રમાણે અવિશ્રુતિ વાસના અને સ્મૃતિ એમ ત્રિવિધ ધારણા સમજવી. ર-૧૦
नन्वनिश्चयरूपत्वादीहायाः संशयस्वभावतैव, इत्यारेकामपाकुर्वन्ति -
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પૂર્વે તમે સમજાવેલી ઈહા = “શું આ મનુષ્ય છે કે પશુ! શું આ કર્ણાટક દેશવર્તી છે કે લાટદેશવર્તી ? ઇત્યાદિ સ્વરૂપવાળી ઈહા અનિર્ણાત્મક હોવાથી સંશયસ્વભાવવાળી જ કહેવાય છે અને સંશય એ તો અજ્ઞાનનો ભેદ છે. તેથી આ ઈહા પણ અજ્ઞાનનો જ ભેદ થશે. આવી શંકાને ગ્રન્થકાર દૂર કરે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org