________________
અવગ્રહાદિનાં લક્ષણો
(૩) ‘‘અયં મનુષ્ય:'' ઇત્યાદિ અવાન્તરસામાન્યથી યુક્ત સામાન્યનું જે જ્ઞાન તે વ્યાવહારિક અર્થાવગ્રહ સમજવો. ૫૨-૭॥
अवृहीतार्थविशेषाऽऽकाङ्क्षणमीहा ॥२८॥
अवगृहीतोऽवग्रहेण विषयीकृतो योऽर्थोऽवान्तरमनुष्यत्वादिजातिविशेषलक्षणस्तस्य कर्णाटलाटादिभेदस्तस्याऽऽकाङ्क्षणं
विशेष : ग्रहणाभिमुख्यमीहेत्यभिधीयते ॥२८॥
સૂત્રાર્થ :- જેનો અવગ્રહ થઈ ચુક્યો છે તેવા પદાર્થના વિશેષધર્મોને જાણવા માટેની જે આકાંક્ષા તે ઈહા કહેવાય છે. ૨-૮
૩૨૯
અવગૃહીત થયેલા, એટલે અર્થાવગ્રહ થઈ ચુક્યો છે જેનો એવા પદાર્થના વિશેષધર્મોને જાણવાની જે જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે. અહીં અર્થાવગ્રહ બે જાતનો હોય છે. (૧) “આ કંઈક છે” એવા અસ્તિત્વમાત્રને જણાવનાર જે અવગ્રહ તે નૈયિકાર્થાવગ્રહ. અને (૨) “આ મનુષ્ય છે” ઇત્યાદિ અવાન્તર સામાન્યને જણાવનાર જે અવગ્રહ તે વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવાય છે.
भवितव्यताप्रत्ययरूपतया
આ બન્ને પ્રકારના અર્થાવગ્રહવડે વિષય સ્વરૂપે જણાયેલ (૧) અસ્તિમાત્ર, અને (૨) મનુષ્યમાત્ર, ઇત્યાદિ રૂપ જે પદાર્થ, તેના અવાન્તર ભેદોની જાણવાની જે જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે.
ત્યાં પ્રથમ “અસ્તિત્વમાત્ર''ને જણાવનારા નૈયિક અર્થાવગ્રહ પછી થનારા “આ મનુષ્ય છે કે પશુ છે ?’’ ઇત્યાદિ રૂપ અવાન્તર વિશેષધર્મો જાણવાની જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે. પરંતુ આ ઈહા નૈયિક અર્થાવગ્રહ પછી હોવાથી અને અતિસૂક્ષ્મ હોવાથી સર્વજીવો વડે ગમ્ય નથી. તેથી તેનું ઉદાહરણ ન આપતાં ટીકાકારશ્રી વ્યવહારિક અર્થાવગ્રહ પછી જે ઈહા થાય છે તેનું ઉદાહરણ આપે છે -
Jain Education International
અર્થાવગ્રહવડે વિષય રૂપે કરાયેલો જે પદાર્થ - “આ મનુષ્ય જ છે અથવા પશુ જ છે” ઇત્યાદિ અવાન્તર જાતિવિશેષરૂપ જે પદાર્થ જણાયો છે તેના જે વિશેષધર્મો, દા.ત. શું આ મનુષ્ય કર્ણાટક દેશનો છે ? કે લાટ દેશનો છે ?અથવા જો આ પશુ છે તો શું ગાય છે ? કે ગવય છે ? ઇત્યાદિ વિશેષધર્મો જાણવાની જે ઇચ્છા-આકાંક્ષા તે ઈહા. સંશય કરતાં આ ઈહામાં અધિકજ્ઞાન હોય છે. સંશય એટલે એક જ ધર્મીમાં માત્ર પરસ્પરવિરોધી ઉભયધર્મની કલ્પના કરવામાં આવે છે. તે ડોલાયમાન ચિત્ત હોવાથી અજ્ઞાન છે. પરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org