________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
અહીં “વિષય” શબ્દથી જાણવા લાયક, સામાન્ય અને વિશેષ ધર્મોથી યુક્ત એવા રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોના વિષયો, તથા રૂપાદિધર્મવાળા ઘટ-પટાદિ પદાર્થો તે કહેવાય છે. તથા ‘વિષયી” શબ્દથી આવા વિષયોને જાણનારી ચક્ષુરાદિ પાંચ બાહ્ય, અને એક મન અત્યંતર એમ કુલ છ ઇન્દ્રિયો કહેવાય છે. તે બન્નેનો એટલે વિષય તથા વિષયીનો જે સંયોગવિશેષ થવો તેને સંનિપાત કહેવાય છે. સંનિપાતમાં સર્ ઉપસર્ગનો સમીચીન અર્થ કરવો. સમીચીન એટલે સમ્યગ્, જેમાં ભ્રાન્તિ, સંદેહ કે અનધ્યવસાયાદિ દોષો નથી. તથા એવા યોગ્યદેશમાં આ સશિર્ષ થયો છે કે જેનાથી જ્ઞાન થાય, પરંતુ અતિદૂર કે અતિનિકટ દેશથી નહીં. તથા પ્રકાશ આદિ અન્ય સામગ્રી હોવાથી અનુકુલ એવો નિપાત એટલે સંનિકર્ષ તેને સંનિપાત કહેવાય છે.
૩૨૮
તે વિષય અને વિષયીનો ભ્રાન્તિ આદિ દોષોના અનુત્પાદક તરીકે સમીચીન એવો અનુકુલ જે સંયોગ, કે જેમાં યોગ્યદેશ અને આદિશબ્દથી પ્રકાશાદિ યોગ્ય સામગ્રીનું હોવું છે જેમાં તેવો શિકર્ષ તે વિષયવિષયસંનિપાત.
તેવા પ્રકારનો સંનિપાત થયા પછી અનન્તરપણે તુરત જ ઉત્પન્ન થયેલો એવો, જે સત્તામાત્રને જ જણાવનારો એટલે કે સર્વ વિશેષોથી વિમુખ થઈને “અસ્તિત્વ” માત્રને જણાવનારો જે બોધ તે દર્શનોપયોગ, અર્થાત્ નિરાકારોપયોગ કહેવાય છે.
આવા પ્રકારનો નિરાકારબોધ થયા પછી, તે નિરાકારબોધવડે જ ઉત્પન્ન થનારૂં “અસ્તિત્વ” નામના મહાસામાન્યથી તેના પેટાભેદ સ્વરૂપ મનુષ્ય-તિર્યંચત્વ-દેવત્વનારકીત્વ ઇત્યાદિ અવાન્તર એવા સામાન્યાકાર રૂપ જાતિવિશેષોથી વિશિષ્ટ એવી વસ્તુનું જે ગ્રહણ થવું. અર્થાત્ જ્ઞાન થવું તે અવગ્રહ કહેવાય છે.
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ અવગ્રહના કર્મગ્રન્થ-વિશેષાવશ્યકભાષ્ય અને તત્ત્વાર્થસૂત્રમાં જે બે ભેદો આવે છે. તે બન્ને ભેદોને “અવગ્રહ” રૂપે એક વિવક્ષીને આ સૂત્રમાં તેનો અર્થ સમજાવ્યો છે. ત્યાં વિષય-વિષયીનો જે સશિપાત માત્ર થાય છે. તે વ્યંજનાવગ્રહ છે. તેનાથી “અસ્તિત્ત્વ” માત્ર રૂપ મહાસામાન્યનો જે પ્રથમ બોધ થાય છે તે એક સમયના કાળવાળો નૈૠયિક અર્થાવગ્રહ છે અને ત્યારબાદ અવાન્તરસામાન્યથી યુક્ત એવો સામાન્યાકારવાળો વસ્તુનો જે બોધ થાય છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવાય છે. એમ અવગ્રહની સર્વ વ્યાખ્યાનો આ સૂત્રમાં સમાવેશ છે.
(૧) વિષય અને વિષયીનો સન્નિપાત તે વ્યંજનાવગ્રહ.
(૨) “ફનું òિખ્રિસ્તિ'' આવું સત્તામાત્રનું જે જ્ઞાન તે નૈૠયિક અર્થાવગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org