________________
૩૨૭
અવગ્રહાદિનાં લક્ષણો
સૂત્રાર્થ :- આ બન્ને પ્રકારનું સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન અવગ્રહ ઈહા-અપાય અને ધારણાના ભેદથી એકેક જ્ઞાન ચાર વિકલ્પોવાળું છે. ઇન્દ્રિયનિબંધનના પણ ચાર, અને અનિન્દ્રિયનિબંધનના પણ ચાર વિકલ્પો (ભેદો) છે.
=
“અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા' આ ચારનો ઈતરેતર દ્વન્દ્વ સમાસ થયો છે. ત્યારબાદ તે ચારેના દ્વન્દ્વનો ભેદ શબ્દની સાથે તૃતીયા તત્પુરુષ સમાસ છે. અવગ્રહઈહા-અપાય અને ધારણાવડે વિશેષો એટલે ભેદો હોવાથી આ ઇન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધન એમ બન્ને ભેદોના ચાર ચાર ભેદો છે. ઇન્દ્રિય નિબંધનમાં ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયો છે. અને અનિન્દ્રિય નિબંધનમાં એક મન છે. એમ કુલ છ ઇન્દ્રિયોના અવગ્રહાદિ ચાર-ચાર ભેદો થતાં કુલ ૨૪ ભેદો સાંવ્યવહારિક પ્રત્યક્ષના થાય છે. I૨-૬ अवग्रहादीनां स्वस्रूपं सूत्रचतुष्टयेन स्पष्टयन्ति
હવે અગ્રહ-ઈહા આદિ ચારેનું સ્વરૂપ નીચેના ચાર સૂત્રો વડે ગ્રન્થકારશ્રી સ્પષ્ટ સમજાવે છે.
विषयविषयिसंनिपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यम
वान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः ॥२- ७॥
विषयः सामान्यविशेषात्मकोऽर्थः, विषयी - चक्षुरादिः, तयोः समीचीनो भ्रान्त्याद्यजनकत्वेनाऽनुकुलो निपातो योग्यदेशाद्यवस्थानं तस्मादनन्तरं समुद्भूतमुत्पन्नं यत् सत्तामात्रगोचरं निःशेषविशेषवैमुख्येन सन्मात्रविषयं दर्शनं निराकारो बोधस्तस्माद् जातमाद्यं सत्त्वसामान्यादवान्तरैः सामान्याकारैः मनुष्यत्वादिभिर्जातिविशेषैविशिष्टस्य वस्तुनो यद् ग्रहणं ज्ञानं तदवग्रह इति नाम्ना गीयते ॥२-७॥
સૂત્રાર્થ - વિષય અને વિષયી આ બન્નેનો સશિકર્ષ થયા પછી ઉત્પન્ન થનારૂં, “સત્તા” . માત્રને જણાવનારૂં દર્શન ઉત્પન્ન થાય છે. ત્યાર બાદ તે દર્શનથી પ્રગટ થયેલું, અવાન્તર સામાન્યાકારોથી વિશિષ્ટ એવું. સૌથી પ્રથમ, વસ્તુનું જે ગ્રહણ તે અવગ્રહ કહેવાય છે.
જૈનદર્શનમાં જ્ઞાનની પ્રાપ્તિમાં બે પ્રકારનો ઉપયોગ હોય છે. “આ કંઈક છે’ એવી સત્તા માત્રને જણાવનાર સૌ પ્રથમ દર્શનોપયોગ થાય છે. જેમાં માત્ર “અસ્તિત્વ અર્થાત્ સત્તા' માત્ર પરસામાન્ય જ જણાય છે. ત્યારબાદ તે દર્શન થવાથી અવાન્તર = પેટાસામાન્યનો જે મનુષ્યત્વાદિ જાતિવિશેષો, તેનાથી યુક્ત એવું જે વસ્તુનું સામાન્ય ગ્રહણ તે અવગ્રહ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org