________________
શ્રોત્રની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
સુગંધી-દુર્ગંધી વસ્તુ ઘરની અંદર છે. બારણાં બંધ છે. વસ્તુ બહાર આવી શકતી નથી. ઘ્રાણ સાથે સંયોગ પામતી નથી. છતાં જે ગંધ જણાય છે તે ઘ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી હોવા છતાં કેવી રીતે જણાય છે ? અને બહાર ઉભેલાને ગંધ નથી જણાતી એમ નથી. જણાય જ છે. ૯૦ા
तथाहि
=
कर्पूरपारीपरिरम्भभाजि श्रीखण्डखण्डे मृगनाभिमिश्रे । धूपायमाने पिहितेऽप्यगारे गन्धप्रबन्धो बहिरभ्युपैति ॥ ९१ ॥
ચોતરફ ફેલાયેલી અતિશય સુગંધથી, માનિ
=
પૂર = કપૂરની, પરીસ્ક્વિ યુક્ત, મૃાનામિ = કસ્તુરીથી મિત્રે = મિશ્ર કરાયેલા એવા, શ્રી૩ = ચંદનના, ડે ચૂર્ણ સંબંધી, ધૂપાયમાને = ધૂપથી મઘમઘાયમાન બનેલા એવા, વિહિતેષ અરે બંધ બારણાંવાળા મકાનમાં પણ, ન્યપ્રવો = ગન્ધનો પ્રવાહ, હિરમ્યુÎતિ
= બહાર
આવે જ છે.
=
Jain Education International
૩૨૫
આ જ વાત જૈનાચાર્યશ્રી વધુ સ્પષ્ટ કરે છે કે ચારે તરફ અતિશય ફેલાતી સુગંધવાળા કપૂરથી યુક્ત અને કસ્તુરીથી મિશ્ર કરાયેલું ચંદનનું ચૂર્ણ હોય અને તેનો ધૂપ કર્યો હોય અને ઘરનાં બારણાં સર્વથા બંધ હોય તો પણ તે ચંદનના ચૂર્ણના ધૂપની ગંધ બહાર ઉભેલા મનુષ્યને આવે જ છે. અહીં ઘ્રાણને તમે પણ પ્રાપ્યકારી માનો જ છો. છતાં બંધબારણે અંદર વાટેલા શ્રીખંડનના ધૂપની સુગંધ બહાર આવે છે અને જાણો છો અને સ્વીકારો છો. તેનો અર્થ કે બંધબારણે પણ છિદ્રોમાંથી ગંધ અને ગંધવાળા પરમાણુઓ બહાર આવે છે અને ઘ્રાણ સાથે સશિકર્ષ પામે છે. તેથી જ ઘ્રાણ ગંધને જાણે છે. (તેથી જ જો છિદ્ર વિનાની પેક દવાની શીશી હોય તો છિદ્ર ન હોવાથી તેમાંથી ગંધ અને પરમાણુઓ બહાર નીકળી શકતાં ન હોવાથી દવાની ગંધ બહાર જણાતી નથી) માટે ઘ્રાણ જેમ પ્રાપ્યકારી છે અને છિદ્રમાંથી આવેલા પરમાણુને જાણે છે. તેમ અહીં શબ્દમાં પણ હે બૌધ્ધ ! સમજવું. તે આ પ્રમાણે -
द्वाराssवृतेऽपि सदने प्रणयप्रकर्षादेवं प्रिये स्फुरदपत्रपया स्खलन्ती । द्वारि स्थितस्य सरसा कुलबालिकायाः कर्णातिथी भवति मन्मथसूक्तिमुद्रा ॥ ९२ ॥
एवं = આ જ પ્રમાણે, દ્વારાઽવૃત્તપિ સને = બંધબારણાંવાળા પણ ઘરમાં પ્રિયે પ્રાયપ્રત્ત્તત્ = પ્રિય પતિને વિષે અતિશય સ્નેહના પ્રકર્ષથી ર૫ત્રપા અતિશય સ્ફુરાયમાન અને કંઈક ઓછી થયેલી લજ્જાવડે સ્વનની = સ્ખલના પામતી એવી,
For Private & Personal Use Only
=
=
www.jainelibrary.org