________________
૩ ૨ ૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૬
રત્નાકરાવતારિકા
અને સર = રસવાળી એવી, નવાસ્તિથ = કુલબાલિકાની, મનસૂરિમુવા = કામોત્તેજક વિશિષ્ટ વાક્યોની રચનાવાળી વાણી, દૂર સ્થિતી = બારણે ઉભેલા પુરૂષને, Tffથમવતિ = સંભળાય જ છે.
જેમ ઘાણમાં છે તેવી જ રીતે બંધબારણાંવાળા ઘરમાં પણ પ્રેમી પુરૂષ ઉપર અતિશય સ્નેહથી, વિશિષ્ટલજ્જા દ્વારા સ્કૂલના પામતી રસભરી કામોત્તેજક વાણી બારણે ઉભેલા પુરૂષને છિદ્ર દ્વારા શબ્દો બહાર આવતા હોવાથી શ્રોત્રની સાથે સન્નિકર્ષ પામીને સંભળાય જ છે. માટે પ્રાયકારી જ છે. (અને કારમાં બેઠેલો પુરૂષ બોલે અને ચોતરફના કાચ જો બંધ હોય તો છિદ્ર ન હોવાથી શબ્દ બહાર ન આવી શકવાથી બહાર ઉભેલા પુરૂષને શબ્દ નથી જ સંભળાતો આ વાત અનુભવ સિધ્ધ છે.) માટે હે બૌધ્ધ ! શ્રોત્ર પ્રાપ્યકારી જ છે આ વાત તું સ્વીકાર. I૯૨ા
एवं च प्राप्त एवैष शब्दः श्रोत्रेण गृह्यते ।
श्रोत्रस्याऽपि ततः सिद्धा, निर्बाधा प्राप्यकारिता ॥१३॥ પર્વ = આ પ્રમાણે, પ્રાતઃ પુર્વ = પ્રાપ્ત થયેલો એવો જ, પુષ: શબ્દઃ = આ શબ્દ, શ્રોત્રેપ ગૃદા = શ્રોત્રેન્દ્રિયવડે જણાય છે તd: = તેથી, ત્રસ્થાપિ = શ્રોત્રેન્દ્રિયની પણ, પ્રાપ્યારિતા = પ્રાપ્યકારિતા, નિર્વાધ = કોઈપણ જાતની બાધા વિના સિદ્ધ = સિધ્ધ થઈ.
આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય પણ પ્રાપ્ત શબ્દને જ ગ્રહણ કરે છે. એ વાત સાબિત થઈ. તેથી શ્રોત્રેન્દ્રિય પણ પ્રાપ્યકારી જ છે. આ વાત પણ નિર્દોષપણે સિધ્ધ થાય છે. ૯૩.
આ પ્રમાણે સાંવ્યવહારિકપ્રત્યક્ષપ્રમાણના (૧) ઇન્દ્રિય નિબંધન અને (૨) અનિન્દ્રિયનિબંધન એમ બે પ્રકારના ભેદો જે આ પાંચમા સૂત્રમાં જણાવાયા છે તે સિધ્ધ થયા. ૨-૫
अथाऽस्य द्विविधस्यापि प्रकारान् प्रकटयन्ति -
હવે ઇનિદ્રયનિબંધન અને અનિનિદ્રયનિબંધન એમ બન્ને પ્રકારના સાંવ્યવહારિકપ્રત્યક્ષના ભેદો જણાવે છે - एतद् द्वितयमवग्रहहावायधारणाभेदादेकशश्चतुर्विकल्पम् ॥२-६॥
अवग्रहश्चेहा चावायश्च धारणा च ताभिर्भेदो विशेषस्तस्मात्, प्रत्येकमिन्द्रियानिन्द्रियनिबन्धनप्रत्यक्षं चतुर्भेदमिति ॥२-६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org