________________
પ્રત્યક્ષપ્રમાણના ભેદોનું કથન
૨૫૭
જો કે અનુમાનાદિ શેષપ્રમાણોમાં પણ પદાર્થોનાં સ્વરૂપવિશેષ જણાય જ છે તો પણ લિંગ અથવા આપ્તવચનો દ્વારા આ સ્વરૂપ જણાતુ હોવાથી એટલું સ્પષ્ટ-સાક્ષાત્ અને સંતોષકારક જણાતું નથી કે ઇન્દ્રિયો દ્વારા અથવા અવધિજ્ઞાન આદિ વડે આત્મા પોતે પદાર્થને સાક્ષાત્ જાણે અને જુએ તે વખતે જેટલું સ્પષ્ટ અને સંતોષકારક જણાય છે, માટે અનુમાનાદિથી આ પ્રત્યક્ષજ્ઞાન અધિક સ્પષ્ટતર છે. ર-૩
प्रत्यक्षस्य प्रकारप्रकाशनायाहु :પ્રત્યક્ષપ્રમાણના ભેદો જણાવવા માટે કહે છે -
तद् द्विप्रकारं-सांव्यवहारिकं पारमार्थिकं च ॥२-४॥
संव्यवहारो बाधारहितप्रवृत्तिनिवृत्ती प्रयोजनमस्येति सांव्यवहारिकम्, बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकम् । अस्मदादिप्रत्यक्षमित्यर्थः । परमार्थे भवं पारमार्थिकं मुख्यम्, आत्मसंनिधिमात्रापेक्षम्, अवध्यादिप्रत्यक्षमित्यर्थः ॥२-४॥
સૂત્રાર્થ :- પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક. //-૪ો.
કોઈ પણ જાતની બાધા (પીડા અથવા વિરોધ) વિના હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ, અને અહિતકારી કાર્યથી નિવૃત્તિ કરવી તેને સંવ્યવહાર (એટલે કે સમ્યમ્ - સાચો વ્યવહાર) કહેવાય છે.
આવા પ્રકારનો સમ્યગુવ્યવહાર એ છે પ્રયોજન જેનું એવા જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પૂર્વાપર વિરોધ વિનાની ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરવા રૂપ, અને અનિષ્ટકાર્યથી નિવૃત્તિ કરવા રૂપ એવો સમ્યવ્યવહાર કરાવવો એ જ છે પ્રયોજન જેનું તે જ્ઞાનને સાંવ્યહારિક પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે.
આ જ્ઞાન બાહ્ય એવી ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયોની અને આદિ શબ્દથી અત્યંતર ઇન્દ્રિય જે મન તેની, તથા પ્રકાશ, રૂપાદિ વિષયો, તે વિષયોની સાથે ઇન્દ્રિયોના સજ્ઞિકર્યો, ઇત્યાદિની અપેક્ષા રાખતું હોવાથી આ જ્ઞાન અપારમાર્થિક છે, કારણ કે જ્ઞાન આત્માને ઉત્પન્ન થતું હોવા છતાં, પોતાનો જ ગુણ હોવા છતાં પરદ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી પરાધીન છે માટે જ અપારમાર્થિક કહેવાય છે, આવું આ આપણા લોકોનું જે પ્રત્યક્ષ જ્ઞાન છે તે અપારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય છે.
બાહ્ય સાધનોની અપેક્ષા વિનાનું સ્વાધીનપણે થયેલું જે પ્રત્યક્ષ જ્ઞાન તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org