________________
૨૮ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
વળી જૈનાચાર્યશ્રી નૈયાયિકને સમજાવે કે હે નૈયાયિક ! હવે કદાચ તું એવો બચાવ કરે, એટલે કે તારા મનમાં આવી વિચારણા આવે કે બિલાડીના નેત્રમાં રશ્મિચક્ર છે જ, અને તે ઉંદર ઉપર જાય છે. પરંતુ તે કિરણોની પંક્તિ અતિશયકુશ હોવાથી એટલી બધી પાતળી છે કે જેથી નથી તો તે કિરણોની પંક્તિ અમને દેખાતી કે નથી તો તે કિરણોની પંક્તિથી વ્યાપ્ત એવો ઉંદર અમને દેખાતો, આ પંક્તિ અતિશયકૂશ હોવાથી અમને ઉંદરાદિ
યપદાર્થો દેખાડવામાં દીપકની જ્યોતની જેમ સમર્થ નથી. અર્થાત્ દીપકનાં કિરણો પૂલ છે અને બિલાડીના નેત્રમાંથી નિકળેલાં રમિચક્ર અતિશયકૃશતર છે. તેથી ઉંદરાદિ જ્ઞયપદાર્થો આપણને જણાતા નથી.
આ પ્રમાણે જો કહીશ તો હે તૈયાયિક ! તે કિરણોની પંક્તિ અતિશયકૃશ હોવાથી બિલાડીને પણ “આ ઉંદર છે. આ ઉંદર છે” આવી બુધ્ધિ નિર્વિદને કેમ કરાવશે? કારણ કે કિરણોનું કુશપણું બન્ને જગ્યાએ સમાન જ છે.
સારાંશ કે દીપકની જ્યોત જ્યારે દેદીપ્યમાન હોય ત્યારે તે જ્યોત અને તેનાથી વ્યાપ્ત એવા ઘટપટ જેમ ચૈત્રને દેખાય છે તે જ રીતે મૈત્રને પણ દેખાય જ છે. અને તે જ દીપકની જ્યોત જ્યારે જ્યારે મંદ-મંદ હોય છે. ત્યારે ત્યારે તે જ્યોતથી જેમ ચૈત્રને ઘટપટાદિ પદાર્થો દેખાતા નથી તેવી જ રીતે મૈત્રને પણ દેખાતા નથી જ, કારણ કે ચૈત્ર હોય કે મૈત્ર હોય પરંતુ ઘટ-પટાદિ શેયપદાર્થો દેખાડવામાં દીપકની જ્યોત સદા સમાન જ છે. તે જ પ્રમાણે બિલાડીના નેત્રોનાં કિરણો જો કૃશતર હોય અને તે કારણથી તે ઉંદરાદિ કિરણોથી વ્યાપ્ત હોવા છતાં તમને (અમને, અને સામાન્ય મનુષ્યને) કિરણો અને ઉંદરાદિ ન દેખાતા હોય તો તે જ કારણથી બિલાડીને પણ ઉંદરાદિ ષેય પદાર્થો ન જ દેખાવા જોઈએ. તેથી બિલાડીને અંધારામાં ઉંદર દેખાય અને તમને અમને ન દેખાય તેમાં કારણ ખરેખર કિરણો કે કિરણોની કૃશતા કારણ નથી, પરંતુ ખરેખર બિલાડીના નેત્રોમાં રહેલી તથાવિધ યોગ્યતા જ કારણ છે. માટે બીલાડીના નેત્રમાં પણ નથી રશ્મિચક્ર કે નથી રશ્મિચક્રની કૃશતા. ૩૪
अमूदृग्मूषिकारीणां, तस्मादस्ति स्वयोग्यता ।
यया तमस्यपीक्षन्ते, न चक्षू रश्मिवत् पुनः ॥३५॥ તક્ષદ્િ = તેથી, મૂષિરા = બિલાડીઓની, મૂT = આવા પ્રકારની (આ શબ્દ યોગ્યતા નું વિશેષણ હોવાથી સ્ત્રીલિંગ પ્રથમા એકવચન છે.) સ્વયોગ્યતા = પોતાની યોગ્યતા જ માત્ર અતિ = છે. કે ય = જે સ્વયોગ્યતાવડે તમસિ પિ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org