________________
ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૩) ૫
સંબંધ જ ન પામે, તો પછી તે દેવ સ્ત્રીની સાથે સંબંધ પામે, અને તે સ્ત્રીને લઈ આવે આ રીતે પરંપરાસંબંધ ઘટશે આ વાત રહેતી જ નથી. II૬રા
आश्रयद्वारतोऽप्यस्य, संसर्गो नास्ति सर्वथा ।
व्यापकद्रव्ययोर्यस्मात्, संसर्गो नामुना मतः ॥६३॥ આશ્રયદરત: = આશ્રય દ્વારા પણ, 40 = આ મંત્રજાપરૂપ શબ્દનો, સંસ = સંબંધ, સર્વથા નાતિ = સર્વથા ઘટતો નથી. માત્ = કારણ કે, નમુના = આ નૈયાયિકવડે, વ્યાપઋદ્રવ્યો: = વ્યાપક એવા બે દ્રવ્યોનો સંસ ન મતે: = સંયોગ માનેલો નથી.
હવે નૈયાયિકો કદાચ એવો બચાવ કરે કે મજાપરૂપ શબ્દ આકાશનો ગુણ હોવાથી તે શબ્દનો આશ્રય એટલે આધાર આકાશ જ છે તે વાત સાચી છે. પરંતુ તે શબ્દનો જે આશ્રય = આધાર આકાશ છે તે આકાશ આખા જગતમાં સર્વવ્યાપક છે અને સર્વે આત્માઓ પણ વ્યાપક છે અર્થાત્ જગવ્યાપી છે. એટલે આ મઝાના અધિષ્ઠાયક દેવનો આત્મા પણ સર્વવ્યાપી છે. આ રીતે આકાશ અને દેવનો આત્મા વ્યાપક (સર્વવ્યાપી) હોવાથી શબ્દનો આશ્રય ધારા (આધારભૂત આકાશ દ્વારા) દેવના આત્માની સાથે સંબંધ ઘટશે.
સારાંશ કે મ–જાપરૂપ શબ્દનો સંબંધ આકાશ સાથે, આકાશનો સંબંધ વ્યાપક હોવાથી દેવના આત્મા સાથે, અને પછી તે દેવનો સંબંધ સ્ત્રી સાથે, આ રીતે મ–જાપનો પરંપરા સંબંધ ઘટશે, અને તે મત્રજાપ રૂપ શબ્દ આ રીતે પરંપરા સંબંધથી પ્રાપ્ત થયેલી જ સ્ત્રીને આકર્ષી લાવશે, માટે પ્રાપ્યકારી જ થશે.
આવા પ્રકારનો નૈયાયિકોનો આ બચાવ પણ વ્યાજબી નથી. આશ્રય એવા આકાશ દ્વારા પણ મત્રજાપ રૂ૫ શબ્દનો પરંપરાસંબંધ દેવ કે સ્ત્રીની સાથે સર્વથા ઘટતો નથી. કારણ કે તમારા મતે વ્યાપક એવા બે દ્રવ્યોનો સંબંધ મનાયો નથી. અહીં આકાશ અને દેવનો આત્મા આ બન્ને દ્રવ્યો તમારા મતે વ્યાપક છે. તેથી વ્યાપક એવાં બે દ્રવ્યોનો સંબંધ તમારાવડે ન સ્વીકારાયેલ હોવાથી ઉપરોક્ત કલ્પના પણ યુક્તિવાળી નથી. //૬all
व्यापकेषु वदति व्यतिषङ्गं, यस्तु तेन मनसा ध्वनिना च ।
वीतवस्तुविषयेण विमृश्यः, स्पष्ट एव विलसन् व्यभिचारः ॥६४॥ વસ્તુ = વળી જે નવીન તૈયાયિકો કે વૈશેષિકો, વ્યાપૉષ = વ્યાપક એવા દ્રવ્યોનો, વ્યતિપકું = સંબંધને, વતિ = માને છે. તેના = તે નૈયાયિકો અને વૈશેષિકોવડે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org