________________
૩૦૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
વીતવસતુવિષયેળ = નષ્ટ થઈ ચુકેલી વસ્તુના (મનન અને ઉચ્ચારણના) વિષયવાળા એવા, મનસા વ્ર ધ્વનિના = મન અને ધ્વનિની સાથે, રાષ્ટ્ર પત્ર વિત્નન્ = સ્પષ્ટ જ દેખાતો એવો વ્યfમાર: = વ્યભિચારદોષ વિકૃશ્ય = વિચારવા યોગ્ય છે.
કેટલાક નવીન તૈયાયિકો અને વૈશેષિકો વ્યાપક એવા બે દ્રવ્યોનો સંબંધ માને છે. તેઓના મતે મન્ત્રજાપ રૂપ ધ્વનિ - આકાશ સાથે, આકાશ દેવના આત્મા સાથે, અને દેવનો આત્મા પ્રિયા સાથે સંબંધ પામશે જ. તેથી પ૬ મા શ્લોકમાં આપેલો “મત્રજાપથી દૂરથી પણ સ્ત્રી આકર્ષાય છે.” એ ઉદાહરણ દ્વારા કારકત્વ હેતુ વ્યભિચારી છે એવો જે દોષ જૈનાચાર્યશ્રીએ નૈયાયિકોને આપ્યો હતો, તે રહેતો નથી. અને આ રીતે પરંપરાસંબંધ, મત્રજાપરૂપશબ્દ, આકાશ, અધિષ્ઠાયકદેવ, અને સ્ત્રીની સાથે ઘટતો હોવાથી કારકત્વ હેતુ પ્રાણકારી જ થાય છે. તેથી હેતુ સાધ્યવદ્ વૃત્તિ માત્ર જ છે. પરંતુ સાધ્યાભાવવત્ (અપ્રાપ્યકારિમાં) વૃત્તિમદ્ નથી તેથી ત્યાં વ્યભિચારદોષ આવતો નથી. આવું કેટલાક નવીન નૈયાયિકો માને છે તેથી જૈનાચાર્યશ્રી હવે બીજા સ્થાને પણ આ કારકત્વહેતુ વ્યભિચારી બને છે તે સમજાવે છે.
જે પદાર્થ વિતી ગયો છે. બની ચુક્યો છે અતીત થયો છે. નષ્ટ થઈ ચુક્યો છે હાલ વિદ્યમાન નથી તેવા પદાર્થનું ચિંતન મનન કરવામાં વપરાતું જે મન, અને તેવા પદાર્થનું કથન કરવામાં વપરાતું જે વચન, આ મન અને વચનની સાથે કારકત્વહેતુનો સ્પષ્ટ જ વ્યભિચારદોષ દેખાય છે તે વ્યભિચાર દોષ નૈયાયિક અને વૈશેષિકોએ વિચારવો જોઈએ.
જે વસ્તુ નાશ પામી ગઈ છે. હાલ છે જ નહીં. તેનું મનન, ચિંતન, અને ઉચ્ચારણ આ જીવ જ્યારે કરે છે ત્યારે તે મન અને વચન શેયવસ્તુનું જ્ઞાન કરાવનાર હોવાથી કારક તો છે જ. અને પદાર્થ નષ્ટ થયેલ હોવાથી પદાર્થ છે જ નહીં તો સંસર્ગ પામે જ કોની સાથે ? માટે અપ્રાપ્યકારી છે. એટલે સાધ્ય જે પ્રાયકારી હતું તેના અભાવરૂપ એવા અપ્રાપ્યકારી મન અને વચનમાં આ કારકત્વ હેતુ વર્તતો હોવાથી તમને વ્યભિચારદોષ આવશે જ. આ દોષ પણ તમારે વિચારવો જોઈએ. ૬૪||
अयस्कान्तादनेकान्तस्तथाऽत्र परिभाव्यताम् ।
आक्षेपश्च समाधिश्च, ज्ञेयौ रत्नाकरादिह ॥६५॥ તથાડત્ર = તથા વળી આ નૈયાયિકોના અનુમાનમાં યન્તાક્ = લોહચુંબકની સાથે પણ આ કારકત્વહેતુ, નેવાન્તઃ = અનૈકાતિક = અર્થાત્ વ્યભિચાર હેત્વાભાસ પામે છે પરિમાવ્યતામ્ = તે વિચારાઓ, માક્ષેપ = આ વિષયના વધુ પ્રશ્ન અને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org