________________
ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૩૦ ૭
સમાધિશ = ઉત્તર, = અહીં, રત્નારદ્િ = સ્યાદ્વાદ રત્નાકર નામના ગ્રન્થમાંથી રે = જાણી લેવા.
જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકોના અનુમાનમાં “ચક્ષ. પ્રાથરિ, વીરત્વ, નિહ વત્' જે કારકત્વ હેતુ પ્રાપ્યકારિતા સિધ્ધ કરવા માટે જણાવાયો છે. તે (૧) મત્રજાપ દ્વારા બોલાવાતી પ્રિયા સાથે, (૨) અતીત વસ્તુના ચિંતક મનની સાથે, (૩) અતીત વસ્તુના ઉરચારક વચનની સાથે તો વ્યભિચારી છે જ. તદુપરાંત લોહચુંબકની સાથે પણ આ હેતુ વ્યભિચારી છે. આ પણ તૈયાયિકોએ વિચારવું જોઈએ.
લોહચુંબકમાં એવી એક શક્તિ છે કે જે ત્યાં રહી છતી જ દૂર રહેલા લોહને તે આકર્ષે છે. માટે કારક છે છતાં અપ્રાપ્યકારિ છે. તેથી હેતુ સાધ્યાભાવમાં વર્તવાવાળો છે. આટલા દોષો બતાવ્યા પછી ટીકાકારશ્રી આ ચર્ચાની બાબતમાં વધારે પ્રશ્નો અને ઉત્તરો (એટલે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ- ખંડન અને મંડન) સૂક્ષમ રીતે જેઓએ જાણવું હોય તેઓએ ગ્રન્થકારશ્રીએ પોતે જ બનાવેલા સ્વાવાદ રત્નાકર નામના મહાગ્રન્થમાંથી જાણી લેવું, એમ ભલામણ કરે છે. કારણ કે આ ટીકા તો અવતારિકા (નાવડી) તુલ્ય છે અને સ્યાદ્વાદરત્નાકર એ સમુદ્રતુલ્ય છે. એટલે વધુ સૂક્ષ્મ ચર્ચા ત્યાં છે ત્યાંથી સમજી લેવી. //દપી
कारकत्वमपि तद् न शोभते, प्राप्यकारिणि यदीक्षणे मतम् । प्राप्य वस्तु वितनोति तद्, मतिं नैव चक्षुरिति तत्त्वनिर्णयः ॥६६॥
જો = તેથી ચક્ષુમાં, પ્રાથિિા = પ્રાપ્યકારિપણું સિધ્ધ કરવામાં, વદ્ = જે, વીરત્વપ મતમ્ = કારકત્વહેતુ પણ તૈયાયિકોવડે મનાયો છે. તદ્ = તે, શમત્તે = જરા પણ શોભા પામતો નથી તત્ = તે કારણથી, વ = નેત્ર, વસ્તુ પ્રાણ = વસ્તુને પ્રાપ્ત કરીને, મ = જ્ઞાન, નૈવ વિતનોતિ = કરાવતું જ નથી. રૂતિ તત્ત્વનયઃ = આ પ્રમાણે આ ચર્ચામાંથી તત્ત્વનો નિર્ણય થાય છે.
આ ચર્ચાનો ઉપસંહાર કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે નૈયાયિકોએ ચક્ષુને પ્રાપ્યકારી સિધ્ધ કરવા માટે જે બાધેન્દ્રિયત્વ હેતુ કહ્યો હતો તે જેમ વ્યભિચારી હતો તેથી સાધ્ય સાધી શકતો નથી. તે જ રીતે માઃિ શબ્દથી તેઓએ જણાવેલો આ કારકત્વ હેતુ પણ વ્યભિચારી જ છે. તેથી સાધ્ય સાધવામાં અલ્પ પણ શોભાસ્પદ નથી. તેથી વસ્તુને પામીને નેત્ર મતિ કરાવતી જ નથી. દૂર રહી છતી જ મતિ કરાવે છે. માટે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે. આવો તત્ત્વનો નિર્ણય છે એમ જાણવું. ૬૬ો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org