________________
શ્રોત્રની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
એવી પણ, મિનીં સાધ્વી જ, સંમતે
=
પોતાની સ્ત્રીને, ામુ માને છે.
Jain Education International
= કામાન્ય પુરૂષ, સાધ્વીક્ વ
હે બૌધ્ધ ! ઘ્રાણ અને સ્પર્શનમાં જો તને આ વાત બરાબર સમજાય છે કે ગન્ધ અને સ્પર્શનું જ માત્ર જ્ઞાન પુદ્ગલોના સકિર્ષથી થાય છે માટે પ્રાપ્યકારી છે અને પ્રત્યક્ષરૂપ છે. પરંતુ દિગ્દશના વ્યવહારનું જ્ઞાન તો ગન્ધ અને સ્પર્શને જાણ્યા પછી તેના દ્વારા થતા અનુમાનથી થાય છે. એ પ્રત્યક્ષરૂપ જ નથી. તો તે સર્વ આ વાત શ્રોત્રમાં પણ સમાન જ છે. કારણ કે શ્રોત્ર પણ શબ્દનું જ્ઞાન માત્ર જ કરે છે અને તે વક્તાના બોલાયેલા શબ્દોનો શ્રોત્રની સાથે સજ્ઞિકર્ષ થવાથી જ થાય છે. તેથી નિયમા પ્રાપ્યકારી જ છે. ફક્ત શબ્દને જાણ્યા પછી તે શબ્દ દ્વારા થતા અનુમાનથી જ દિગ્દશના વ્યવહારનું જ્ઞાન થાય છે. ઘ્રાણ અને સ્પર્શનમાં દિગ્દશનો વ્યવહાર જો અનુમાનથી જ થાય છે. તો શ્રોત્રમાં પણ શબ્દનું જ્ઞાન માત્ર જ પ્રત્યક્ષથી થાય છે અને તે વખતે સજ્ઞિકર્ષ છે જ, માટે શ્રોત્ર પણ પ્રાપ્યકારી જ છે. ફક્ત શ્રોત્ર દ્વારા શબ્દ જાણ્યા પછી જ દિગ્દશના વ્યવહારનું જ્ઞાન તો અનુમાન વડે જ થાય છે.
૩૨ ૧
અમને લાગે છે કે જેમ કામાન્ધ પુરૂષ પોતાની સ્ત્રીનો વ્યભિચારદોષ સાક્ષાત્ દેખવા છતાં કામાન્યતાના કારણે પોતાની સ્ત્રીને સાધ્વી (અર્થાત્ સતી સ્ત્રી અર્થાત્ શીયળવંતી સ્ત્રી) માને છે. તેવી તારી દશા છે. II૮૫
–
आशु
स्मृत्वा यथैव प्रतिबन्धमाशु, शङखादिशब्दोऽयमिति प्रतीतिः । प्राच्यादिदूरादिगतेऽपि शब्दे तथैव युक्ता प्रतिपत्तिरेषा ॥ ८६ ॥ યથા વ = જેમ, પ્રતિવë શ્રૃત્વા વ્યાપ્તિને યાદ કરીને, જલ્દી જલ્દી, अयं शङ्खादिशब्दः = આ શંખાદિનો શબ્દ છે. વૃત્તિ પ્રતીતિઃ = આવા પ્રકારની પ્રતીતિ થાય છે. તથૈવ તે જ રીતે, પ્રાચ્યાવિદૂરાલિતેઽપ શદ્ધે = પૂર્વ આદિ દિશાઓમાંથી, અને દૂર-દૂર આદિ દેશોમાંથી આવેલા શબ્દોમાં, પષા પ્રતિપત્તિ: યુòl = આ પ્રતીતિ થાય છે.
=
=
–
For Private & Personal Use Only
જૈનાચાર્યશ્રી હજુ આ વાત વધારે સ્પષ્ટ કરે છે કે શ્રોત્રનો વિષય તો માત્ર શબ્દ જાણવાનો જ છે. અને તે ભાષાવર્ગણાનાં પુદ્ગલોનો શ્રોત્રની સાથે સંયોગ થવાથી જ જણાય છે. માટે શબ્દમાત્રને જાણવામાં શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. શબ્દનું જ્ઞાન થયા પછી જે કંઈ અધિકું જ્ઞાન થાય છે તે શ્રોત્ર સંબંધી છે જ નહીં. પ્રત્યક્ષજ્ઞાન જ નથી. પણ અનુમાનવડે તે જ્ઞાન થાય છે.
www.jainelibrary.org