________________
ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૩૦૯
ખંડન માત્ર કર્યું. પરંતુ હવે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે એવા પોતાના જૈનમતનું યુક્તિપૂર્વક મંડન પણ અમે કરીએ છીએ.
चक्षुः, अप्राप्यकारी, व्यवधानेऽपि प्रकाशकत्वात्, यद् यद् व्यवधानेऽपि प्रकाशकं, तत्तदप्राप्यकारि, यथा अन्तःकरणं, इत्यन्वयव्याप्तिः । तथा यद् यद् अप्राप्यकारि नास्ति, तत्तद्व्यवधानेऽपि प्रकाशकं नास्ति यथा रसना, इति व्यतिरेकव्याप्तिः । तथा चेदम्, यथा मनः व्यवधानेऽपि प्रकाशकं, तद्वच्चक्षुरपि व्यवधाने प्रकाशकमित्युपनयः । तस्मात्तथा व्यवधानेऽपि प्रकाशकत्वात्, चक्षुः अप्राप्यकारि एवेति निगमनम् ।
આ જ અનુમાન ૬૮ મા મૂલશ્લોકમાં જણાવ્યું છે. ચક્ષુ કાચાદિનું વ્યવધાન હોવા છતાં પણ શેયને જણાવે છે માટે મનની જેમ અપ્રાપ્યકારી છે. જે જે ઇન્દ્રિયો વ્યવધાનમાં પણ શેયને જણાવે છે તે તે ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. જેમ કે મન, આ અન્વય વ્યાપ્તિ અને અન્વય દષ્ટાન્ત છે અને જે જે અપ્રાપ્યકારી નથી અર્થાત્ પ્રાપ્યકારી છે. તે તે ઇન્દ્રિયો વ્યવધાનમાં વસ્તુની પ્રકાશક નથી. જેમ કે, જીભ, કાગળમાં લપેટાયેલ ચોકલેટ જીભ ઉપ મુકવામાં આવે તો જીભ અને ચોકલેટ વચ્ચે કાગળનું વ્યવધાન હોવાથી જીભ રસની પ્રકાશક બનતી નથી આ વ્યતિરેક વ્યાપ્તિ અને વ્યતિરેકદષ્ટાન જાણવું. આ ચક્ષુ તેવી છે. જેમ મન વ્યવધાનમાં પણ પ્રકાશક છે. તેની જેમ ચક્ષુ પણ વ્યવધાનમાં પ્રકાશક છે. આ ઉપનય છે. તેથી તેમજ છે અર્થાત્ વ્યવધાનમાં પણ પ્રકાશક હોવાથી ચક્ષુ અપ્રાપ્યકારી જ છે આ નિગમન છે. આ પ્રમાણે ચક્ષુનુ અપ્રાપ્યકારિત્વ સાધ્ય સાધવા માટેનું અમારું (જૈનોનું) આ અનુમાન જાણવું. ૬૮
अथ दुमादिव्यवधानभाजः प्रकाशकत्वं ददृशे न दृष्टौ ।
ततोऽप्ययं हेतुरसिद्धतायां धौरेयभावं बिभराम्बभूव ॥६९॥ મથ = હવે, સુમવિવ્યવધાનમાં: = વૃક્ષાદિના વ્યવધાનવાળા પદાર્થોનું, પ્રકાશવં = પ્રકાશકપણું, કૂ = દૃષ્ટિમાં, ન કશે = દેખાયું નથી, તતfપ = તે કારણથી પણ, મયં દેતુઃ = આ તમારો જૈનોનો હેતુ, સિદ્ધતાથ = અસિધ્ધતામાં, ઘરે માd = અગ્રેસરતાને, વિમરીસ્વમૂત્ર = ધારણ કરે જ છે.
ચક્ષુ અપ્રાપ્યકારિ જ છે. એમ સમજાવનારૂં જૈનાચાર્યશ્રીએ ૬૮મા શ્લોકમાં જે અનુમાન રજુ કર્યું છે. તેને ખોટુ પાડવા માટે પ્રતિવાદી તરીકે નિયાયિક હવે કદાચ આ પ્રમાણે કહેશે કે હે જૈનાચાર્ય ! તમારો હેતુ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ છે. કારણ કે વૃક્ષ, પત્થરની દીવાલ, કે મનુષ્યાદિના વ્યવધાનવાળા એવા પદાર્થો ચક્ષુથી દેખાતા નથી. જે જે પદાર્થો વૃક્ષની પાછળ હોય, પત્થરની દીવાલ પાછળ હોય, અથવા મનુષ્યોનાં ટોળાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org