________________
૩ ૧
)
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
પાછળ હોય તો તે પાછળના પદાર્થો દેખાતા નથી. માટે આ હેતુ પક્ષમાં ઘટતો નથી. તેથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે.
જે હેતુ પક્ષમાં ન વર્તે તે સાધ્યને ક્યાંથી સાધી આપે? માટે તે સ્વરૂપાસિધ્ધ કહેવાય છે. જેમ કે “શબ્દઃ :, ચાક્ષુષત્વા, રૂપવત્, અહીં જેમ ચાક્ષુષત્વહેતુ શબ્દમાં નથી તેથી સ્વરૂપાસિધ્ધ કહેવાય છે. તેમ “વ્યવસ્થાને પ્રવર્તમ્” આ તમારો જૈનોનો હેતુ પણ ચક્ષુ નામના પક્ષમાં નથી. દ્રુમાદિથી વ્યવહિતને ચક્ષુ જણાવતી નથી માટે, આ રીતે હે જૈનાચાર્ય ! તમારો હેતુ અસિધ્ધતામાં ઘણો જ અગ્રેસર છે. છેલ્લા
एतन्न युक्तं शतकोटिकाचस्वच्छोदकस्फटिकभित्तिमुख्यैः ।
पदार्थपुञ्जे व्यवधानभाजि, संजायते किं नयनाद् न संवित् ? ॥७०॥ પત = નૈયાયિકની આ વાત, 7 યુ = યોગ્ય નથી, કારણ કે શતકોટિ = મણિ, શla = કાચ સ્વચ્છો = સ્વચ્છ પાણી, અને દિક્ષત્તિ = સ્ફટિકરત્નની બનેલી ભિન્નો, મુશૈ: = ઇત્યાદિ છે મુખ્ય જેમાં એવા વ્યવધાનોવડે, વ્યવથાનમાન = વ્યવધાનને ભજનારા એવા, પાર્થપુ = પદાર્થોના સમૂહને વિષે, નયનાન્ = ચક્ષુદ્વારા હિં સંવિદ્ નાયતે = શું જ્ઞાન ઉત્પન્ન થતું નથી? અર્થાત્ થાય જ છે.
જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકની આ વાત સાચી નથી. મણિ-કાચ સ્વચ્છ પાણી. અને સ્ફટિકરત્નની દીવાલ ઇત્યાદિ છે મુખ્ય જેમાં એવા વ્યવધાયકો વડે વ્યવહિત હોવા છતાં પદાર્થપેજ ચક્ષુથી શું દેખાતો નથી ? અર્થાતુ દેખાય જ છે. માટે વ્યવથાપિ પ્રાશë આ હેતુ અમારો ચક્ષુ નામના પક્ષમાં છે જ. માટે સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થતો નથી.
અહીં એક શંકા થાય કે ચક્ષુ દ્રમાદિવ્યવધાનમાં પ્રકાશક નથી તેથી શું પ્રાપ્યકારિ માનવી ? કે મણ્યાદિના વ્યવધાનમાં પ્રકાશક છે માટે અપ્રાપ્યકારિ માનવી? ચક્ષુ નામના પક્ષમાં વ્યવધાન હોતે છતે પ્રકાશકતા અને અપ્રકાશકતા બક્ષે છે તો શું માનવું? તેનો ઉત્તર એ છે કે પર્વત નામના પક્ષમાં સર્વત્ર ધૂમહેતુ હોતો નથી. પરંતુ જ્યાં ધૂમ દેખાય છે ત્યાં વતિ છે કે નહીં ? એવી શંકા થયે છતે ધૂમહેતુ હોવાથી તે ભાગમાં વહ્નિની સિધ્ધિ કરે છે. શેષભાગમાં ધૂમ જ નથી તેથી વહ્નિની શંકા જ નથી. એવી જ રીતે જે વ્યવધાનવાળામાં પ્રકાશકત્વ ગુણ છે. ત્યાં ચક્ષુમાં અપ્રાપ્યકારિત્વ નિયમ છે. અને દ્રુમાદિ વ્યવધાનવાળામાં પ્રકાશકવહેતુ જ જો નથી તો સાધ્યની ચર્ચા રહેતી જ નથી. તેથી જેમ ધૂમ પક્ષમાં એકદેશવૃત્તિ હોવા છતાં સાધ્યની સાથે અવિનાભાવી હોવાથી અસિધ્ધ કહેવાતો નથી. એ જ રીતે આ પ્રકાશકત્વહેતુ પણ ચક્ષુમાં ભણ્યાદિવાળા ભાગમાં પ્રકાશક હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org