________________
૩૦૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
યમદ્િ =કારણ કે, રૂદ્ર = આ કારકત્વહેતુ, મને પોપસર્વત્ = મંત્રના જાપથી નજીક આવતી એવી, પ્રોફા = દેદીપ્યમાન રામ = સ્ત્રીની સાથે, વ્યારારોપાત્ = વ્યભિચારી દોષવાળો હોવાથી, સત્તાવેતાત્ર = તોફાની મદોન્મત્ત એવા રાક્ષસની, રત્નક્ષેત્ની = ભયંકર હાસ્ય ક્રિીડાની, શ્રીમિવ = શોભાની જેમ, મવમતિ = દેખાય
જે કારણથી હે તૈયાયિક ! તમારો આ આદિ શબ્દથી સૂચવેલો “વારત્વ" હેતુ પણ, મન્ત્ર જાપથી દૂર રહેલી સ્ત્રીનું જે આકર્ષણ થાય છે. તેની સાથે વ્યભિચારી બનતો હોવાથી હેતુ નથી પરંતુ ખરેખર હેત્વાભાસ જ છે. તેથી તોફાની અને મદોન્મત્ત એવા રાક્ષસની ભયંકર અટ્ટટ્ટ હાસ્યની ક્રિયાની શોભા જેવો તમારો આ હેતુ છે. જેમ આવા રાક્ષસની આ ક્રીડા કૃત્રિમ અને કુશોભારૂપ છે તેમ તમારો હેતુ પણ તેવો જ છે.
તમારા અનુમાનમાં બાધેન્દ્રિયત્વને બદલે આદિશબ્દથી કારકત્વ કહેલું છે. જે જે કારક (ક્રિયા કરનાર) હોય છે તે તે નિયમો પ્રાપ્યકારી હોય છે. એવી તમારી વ્યાપ્તિ થાય છે. જેમ કે ઘટ બનાવવાની ક્રિયા કરનાર કુંભકાર અને ઘટ સાથે જ હોય છે. અર્થાત્ ક્રિયા કરનાર કર્તા અને જેના વિષે ક્રિયા થાય તે કર્મ એમ બન્ને સાથે જ હોય છે પ્રાપ્ત જ હોય છે. તેવી જ રીતે રૂપના બોધનો કર્તા ચક્ષુ, અને બોમ્બે ઘટાદિ પ્રાપ્ત જ હોય છે. સ્પષ્ટ જ હોય છે. આ રીતે ચક્ષુ રૂપના બોધની ક્રિયા કરે છે માટે ઘટાદિશેયની સાથે પ્રાપ્યકારી છે. એમ તમારું કહેવું છે. પરંતુ કોઈ મંત્રવાદી પુરૂષ મંત્રજાપ અહીં (વિવક્ષિત સ્થળે) કરે ત્યારે અહીં જપાતા તે મંત્રબળથી દૂર દૂર રહેલી અર્થાત્ મંત્રજાપને અપ્રાપ્ત થયેલી એવી પણ સ્ત્રીનું આકર્ષણ થાય છે. તેથી જે જે કારક હોય છે તે પ્રાપ્યકારી જ હોય એવો નિયમ રહેતો નથી. માટે કારકત્વ હેતુ સાધ્યાભાવમાં (અપ્રાપ્યકારિમાં) વર્તતો હોવાથી વ્યભિચારી છે. આ વાત આ પછીના પ૭મા શ્લોકમાં વધુ સ્પષ્ટ કરે છે. પદા તથાદિ = તે આ પ્રમાણે -
कनकनिकषस्निग्धां मुग्धां मुहुर्मधुरस्मितां, चटुलकुटिलभ्रूविभ्रान्ति कटाक्षपटुच्छटाम् । त्रिजगति गतां कश्चिद् मन्त्री समानयति क्षणात्,
तरुणरमणीमाराद् मन्त्रान् मनोभुवि संस्मरन् ॥५७॥ મનોમુવિ = મનરૂપી ભૂમિમાં, ગ્રીન = મંત્રોને, સંસ્મરર્ = સ્મરણ કરતો એવો, વશદ્ સ્ત્રી = કોઈક મંત્રવાદી પુરૂષ, ત્રિગતિ થતાં = ત્રણ જગતમાં ક્યાંય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org