________________
ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
ખુશ કરવાને સમર્થ થતા નથી. તેમ હે નૈયાયિક ! તારો આ વાઘેન્દ્રિયત્ન બાહ્યેન્દ્રિયત્વરૂપ હેતુ, વં આ રીતે, સત્ત્તમ્ = કલંકવાળો થયો છતો, તાાિન્ = તાર્કિક = ન્યાયપ્રિય પુરૂષોને, પ્રીયિતું = ખુશ કરવાને, તદ્ = તેથી ન છેૢ = સમર્થ નથી.
ચક્ષુની અપ્રાપ્યકારિતાની ચર્ચાનો ઉપસંહાર કરતાં હવે આ જૈનાચાર્યશ્રી નૈયાયિકને જણાવે છે કે -
જેમ દૌર્ભાગ્યશાળી સ્ત્રીઓના નેત્રકટાક્ષો ચતુર માણસોના ચિત્તને રંજિત કરી શકતા નથી. તેમ ઉપરોક્ત દોષોથી ભરેલો કલંકિત એવો તમારો આ બાહ્મેન્દ્રિયત્વ હેતુ પણ દોષિત હોવાથી ન્યાયનિપુણ પુરૂષોના ચિત્તને રંજિત કરી શકતો નથી. ।।૫૪॥
શ્લોકમાં
किञ्चात्र संसूचितमादिशब्दात्, वृत्ते पुरश्चारिणि कारकत्वम् । यत् प्राप्यकारित्वसमर्थनाय, नेत्रस्य तत् काणदृगञ्जनाभम् ॥५५॥ किञ्च વળી, અત્ર = આ અનુમાનમાં, પુરાણિ = પ્રથમ, વૃત્ત નેત્રસ્ય પ્રાપ્ય ત્વિસમર્થનાય = ચક્ષુનુ પ્રાપ્યકારિત્વ સાધવા માટે, આશિવ્પાત્ = આદિ શબ્દથી, યત્ = જે, વ્યારત્નું સંસૂચિતમ્ = “કારકત્વ” હેતુ તમારા શાસ્ત્રોમાં સૂચવેલો છે. તે, કાણી આંખને, અન્નનામમ્ અંજન આંજવા તુલ્ય છે.
काणदृग्
=
-
=
Jain Education International
૨૯૯
=
यस्मादिदं मन्त्रजपोपसर्पत्प्रोद्दामरामाव्यभिचारदोषात् । उत्तालवेतालकरालकेलीकलङ्कितश्रीकमिवाऽवभाति ॥५६॥
=
ચક્ષુઃ, પ્રાપ્યારિ, વાઘેન્દ્રિયત્વાતિઃ, નિાવત્, આ ચર્ચા જ્યારથી શરૂ થઈ. ત્યારથી લખાયેલા શ્લોકોમાંના પ્રથમ શ્લોકમાંની પહેલી પંક્તિમાં હે નૈયાયિક ! તમારૂં ઉપર મુજબનું અનુમાન છે. તેમાં લખાયેલ “વાઘેન્દ્રિયત્વ” આ હેતુ આજ સુધી અમે બાધિત તથા વ્યભિચારી બનાવ્યો, અને અનેક દૂષણોથી દૂષિત કર્યો.
હવે તે હેતુમાં લખાયેલા ‘‘આવિ’’ શબ્દથી તમારા શાસ્ત્રોમાં ચક્ષુને પ્રાપ્યકારી સિધ્ધ કરવા માટે “કારકત્વ” હેતુ સૂચવેલો છે. તે પણ હવે પછીના ૫૬મા શ્લોકમાં દોષિત કરાતો હોવાથી વ્યભિચારી છે. જેથી સાધ્ય સાધવામાં શોભા પામતો નથી. તેના માટે વ્યંગદેષ્ટાન્ત જણાવે છે કે માણસની (ખાસ કરીને સ્ત્રીની) આંખ કાણી હોય અને તેને સુશોભિત કરવા અંજન આંજે તો તે જેમ શોભા પામતું નથી. તેમ તમારો આ હેતુ વ્યભિચારી હોવાથી શોભાસ્પદ નથી. તે આ પ્રમાણે -
For Private & Personal Use Only
www.jainelibrary.org