________________
ચક્ષુની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૩૦૧
રહેલી, તUારમfમ્ = યુવાન સ્ત્રીને, મારદ્િ = દૂરથી પણ, ક્ષાત્ = ક્ષણવારમાં, સમાનયતિ = નજીક લાવે છે.
તે સ્ત્રી કેવી છે? (૨) ન નિષ સ્તિથ = સોનાને ઘસવા યોગ્ય જે કસોટીનો પત્થર, તેના જેવી સ્નેહાળ, (૨) મુધાં = ભોળી-અબળા, (૩) મુહુર્નથુરમિત = વારંવાર મનોહર હાસ્યવાળી, (૪) વડુત્ર, રુટિન, વિધ્યાતિ = ચપળ, અને વક્ર એવાં નેત્રોની ભૂકુટિઓના વિલાસવાલી, (૬) રક્ષપટુચ્છટામ્ = નેત્ર કટાક્ષોની મનોહર છટાવાળી.
મનમાં મંત્રોનો જાપ કરનાર કોઈક મંત્રવાદી પુરૂષ, તે મંત્રના બળથી, સોનાની કસોટીના પત્થર જેવી સ્નેહાળ, ભોળી, વારંવાર મધુર હાસ્ય કરતી, ચપળ અને વક્ર નેત્રભૃકુટિઓના વિલાસવાળી, તથા કટાક્ષોની મનોહર છટાવાળી એવી ત્રણ જગતમાં ગમે ત્યાં રહેલી યુવાનું સ્ત્રીને દૂરથી પણ ક્ષણવારમાં નજીક લાવે છે.
અહીં હે નૈયાયિક ! મંત્રજાપમાં કારકત્વ હેતુ છે. પરંતુ જે સ્ત્રીને દૂરથી લવાય છે તે દૂર હોવાથી મંત્રવાદીની સાથે સ્પષ્ટ કે પ્રાપ્ત નથી પરંતુ અપ્રાપ્ત છે. તેથી અપ્રાપ્યકારી એવા સાધ્યાભાવમાં કારકત્વ હેતુની વૃત્તિ થવાથી તમારો આ કારકત્વ હેતુ પણ ખરેખર વ્યભિચારી જ છે. નિર્દોષ હેતુ નથી. પણ
कश्चिदत्र गदति स्म, यत् पुनर्मन्त्रमन्त्रणगवी समानयेत् ।
युक्तमेव मदिरेक्षणादिकं, तेन नाभिहितदूषणोदयः ॥५८॥ a = “મંત્રથી દૂર રહેલી સ્ત્રી નજીક લવાય છે.” આ દૃષ્ટાન્તમાં, શત્ = કોઈક નૈયાયિક, વતિ H = બોલે છે કે, પુનઃ = જે વળી, મગ્ન = મન્ત્રજાપમાં, મત્ર = બોલાતી, નવી = વાણી, મક્ષિતિ = મનોહર નેત્રવાળી સ્ત્રી આદિ કોઈ પણ વસ્તુને, સમાન = જે ખેંચી લાવે છે. તે, યુમેવ = જોડાયેલી જ વસ્તુને, અર્થાત્ સજ્ઞિકર્ષ પામેલી વસ્તુને જ, લાવે છે. અર્થાત્ અપ્રાપ્તને લાવતી નથી, તે = તેથી હે જૈન ! હિતકૂપ = તમોએ કહેલા દોષની પ્રાપ્તિ, ર = અમને આવતી નથી.
જૈનાચાર્યશ્રીએ પ૭મા શ્લોકમાં નૈયાયિકના કારકત્વ હેતુને વ્યભિચાર દોષ આપવા માટે “મંત્રજાપ દૂર દૂર રહેલી સ્ત્રીને નજીક લાવે છે.” આ ઉદાહરણ જે આપ્યું છે તે બાબતમાં કોઈક નૈયાયિક પોતાના પક્ષનો બચાવ કરવા માટે જણાવે છે કે – મન્ન જાપ કરતી વખતે બોલાતી વાણી, અને દૂર દૂર રહેલી મનોહર નેત્રવાળી સ્ત્રી આદિ વસ્તુ આ બન્નેનો સજ્ઞિકર્ષ થાય છે. સંયોગ થાય છે. પછી જ સ્ત્રી ખેંચાઈને નજીક આવે છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org