________________
૨૯૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
આવશે જ. યાત્ = કારણ કે, તત્ = તે મન, અપ્રાપ્ય = વિષયની પાસે ગયા વિના, સુપર્વત્ન = મેરૂપર્વત તથા સ્વર્ગ આદિ પદાર્થોમાં, પ્રતીતિ = જ્ઞાન સમુત્યાતિ = ઉત્પન્ન કરાવે છે જ.
હે મૈયાયિક “વિષયોનુખ પ્રવૃત્તિ” ના પાડેલા બે પક્ષોમાંથી જો બીજો પક્ષ લેશો તો, એટલે કે “ચક્ષુ શરીરમાં જ રહી છતી વિષય પદાર્થને જોઈને આત્માને જ્ઞાનની સંપત્તિ જગાડે છે.” એવો પક્ષ જો લેશો તો તમારો આ હેતુ મનની સાથે વ્યભિચારદોષને શું નથી પામતો ? અર્થાત્ આ અર્થ કરશો તો હેતુ મનની સાથે વ્યભિચારી બને છે. તમારૂં જે અનુમાન છે તેમાં પ્રાપ્યાર એ સાધ્ય છે. અને પ્રાપ્યારી એ સાધ્યાભાવ છે. મન અપ્રાપ્યકારી હોવાથી મન સાધ્યાભાવવાળું છે અને તે મનમાં ઉપરોક્ત હેતુ વર્તે છે. આ રીતે હેતુની સાધ્યાભાવવવૃત્તિ મનમાં થવાથી હેતુ વ્યભિચારી બને છે.
કારણ કે મન શરીરમાં જ રહ્યું છતું દૂર દૂર રહેલા એવા મેરૂપર્વત અને સ્વર્ગ વિગેરે પદાર્થોને વિષે બોધ ધરાવે જ છે. અપ્રાપ્યકારી એવા મનમાં હેતુની વૃત્તિ થઈ. ॥४८॥
शरीरस्य बहिर्देशे, स्थायित्वं यदि जल्प्यते ।
बाह्येन्द्रियत्वमत्र स्यात्, संदिग्धव्यभिचारिता ॥४९॥ યદિ = હવે જો, શરીરણ = શરીરના, વદિ = બહારના ભાગમાં, સ્થાયિત્વ = રહેવા પણું, એવો અર્થ, નળ = કહેવાય, તો 7 = આ અર્થ કરો ત્યારે વાન્તિત્વ' આવો જે હેતુ છે તે, સંધિવ્યfમવારિતા = સંદિગ્ધવ્યભિચારિતાને જ, યાત્ = પામે છે.
હવે જો “વાન્વિત્વ" આ હેતુનો અર્થ એવો કરવામાં આવે કે શરીરનો જે ભાગ = શરીરપ્રદેશ, તેના બાહ્યભાગમાં વર્તે છે. માટે પ્રાપ્યકારી છે. જેમ જીહા શરીરના બહારભાગમાં વર્તે છે માટે પ્રાપ્યકારી છે તે જ રીતે ચક્ષુ પણ શરીરના બહારના ભાગમાં વર્તે છે. માટે પ્રાણકારી છે. આ પ્રમાણે જો “શરીરપ્રદેશ” વાળો અન્તિમપક્ષ લેવામાં આવે તો “સંદિગ્ધવ્યભિચારિતા” નામનો હેત્વાભાસ થાય છે.
તર્કસંગ્રહમાં પાંચ પ્રકારના હેત્વાભાસ આવે છે. જૈનદર્શનમાં ત્રણ પ્રકારના હેત્વાભાસ આવે છે. તે બન્ને દર્શનોમાં પ્રથમ અનૈકાન્તિક અર્થાત્ સવ્યભિચાર નામનો હત્વાભાસ આવે છે. તેના ૨ ભેદો છે. (૧) નિશ્ચિતવ્યભિચારિતા, અને (૨) સંદિગ્ધ વ્યભિચારિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org