________________
૨૯૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
માન્ય કરાવવા માટે જ અનુમાન કરાતું હોય છે. પરંતુ સાધ્ય સ્વીકાર કરાવવા માટે વાદી જે હેતુ રજુ કરે છે તે હેતુ વાદી-પ્રતિવાદી એમ બન્નેને સ્વીકૃત જ હોવો જોઈએ, કારણ કે જે હેતુથી સાધ્ય સમજાવવું છે તે હેતુ જ જો પ્રતિવાદી ન સ્વીકારતો હોય તો તે હેતુ દ્વારા સમજાવાતું સાધ્ય તે કદાપિ નથી જ સ્વીકારવાનો, માટે હેતુ સદા પ્રતિવાદીને સ્વીકૃત જ હોવો જોઈએ. આવા પ્રકારનો અનુમાન કરનારાઓનો અર્થાત્ પ્રામાણિકપુરૂષોનો ન્યાય
હવે હે નૈયાયિક ! તમે જો વિષયપ્રદેશનો અર્થ વિષયાશ્રિત એવો પ્રાચીનપક્ષ લેશો, અને તેનો અર્થ આ ચક્ષુ વિષય જ્યાં છે ત્યાં જઈ, તેની સાથે ચોંટી તેને આધીન થઈ જાય છે. એવી આ બાધેન્દ્રિય છે માટે પ્રાપ્યકારી છે. આવો અર્થ જો કરશો. તો તમારો આ હેતુ “પ્રતિવાદી અસિધ્ધિ” એ નામના કલંકથી કલંકિત થશે, કારણ કે તમારા પ્રતિવાદી એવા અમે સ્યાવાદી જૈનો અત્યારે આ ચર્ચામાં છીએ, અને સ્યાદ્વાદી એવા પ્રતિવાદીવડે આ ચક્ષુ વિષયવાળા દેશ પાસે જતી હોય, ચોંટતી હોય, તેને આધીન થતી હોય ઇત્યાદિ અમારા વડે સ્વીકારાયું નથી. હવે જો પ્રતિવાદી જૈનવડે હેતુ ન સ્વીકારાયો હોય તો સાધ્ય ક્યાંથી સિધ્ધ થવાનું હતું?
અનુમાનમાં મુકાયેલો હેતુ વાદી-પ્રતિવાદી એમ ઉભયને સમ્મત જ જોઈએ તો જ તે હેતુવડે વાદી પોતે પ્રતિવાદીને સાધ્ય સમજાવી શકે. હજુ કદાચ વાદીને અમાન્ય હેતુ હોય તો ચાલે કારણ કે પ્રતિવાદીને જો તે હેતુ માન્ય હોય તો અવ્યભિચારી એવા તે હેતુવડે પ્રતિવાદીને સાધ્ય સારી રીતે વાદી સ્વીકરાવી શકે, પરંતુ પ્રતિવાદીને જો હેતુ જ અમાન્ય હોય તો નપુંસકતુલ્ય એવા તે હેતુની રજુઆત વડે સાધ્યસિધ્ધિ ક્યાંથી થાય? અર્થાત્ ન જ થાય. આવા દોષને ન્યાયશાસ્ત્રમાં “અન્યતરાસિધ્ધિ” દોષ કહેવાય છે. તે દોષ તમને આવશે. અને તમારો હેતુ અસિધ્ધહેત્વાભાસ થવાથી સાધ્યસિધ્ધિ કરી શકશે
નહીં.
સ્યાવાદી એવા પ્રતિવાદી જેનો એમ માને છે કે ઇન્દ્રિયો શરીરમાં રહી છતી જ વિષયને જાણે છે. વિષયવાળા દેશમાં જતી જ નથી. પછી તેને આશ્રિત થવાની વાત તો રહેતી જ નથી. માટે “અન્યતરાસિધ્ધિ” નામનો હેત્વાભાસ થવાનો એકદોષ તમને આ પક્ષમાં આવશે, તથા આ પક્ષ માનવામાં હે નૈયાયિક ! તમને બીજો પણ એક દોષ આવે છે તે બીજો દોષ અમે તમને આગળની ગાથામાં જણાવીએ છીએ. I૪૩
पक्षे तथा साधनशून्यताऽस्मिन् दृष्टान्तदोषः प्रकट: पटूनाम् । जिह्वेन्द्रियं नार्थसमाश्रितं यद्, विलोकयामासुरमी कदाचित् ॥४४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org