________________
૨૮૮
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
લાગશે. વળી આ ચર્ચા પણ વિસ્તારથી જ કરવી પડે, તો જ સાચો તેનો મર્મ સમજાય, તેમ કરવા જતાં (૧) અપ્રાસંગિકતા લાગે, અને (૨) વળી આ રચના ગ્રન્થના વિસ્તાર માટે બની જાય, માટે હવે આ ચર્ચા અહીં ન કરતાં અમારા જ ગુરૂજી શ્રીવાદિદેવસૂરિજી મહારાજજીની પોતાની જ બનાવેલી આ ગ્રન્થની સ્વોપજ્ઞટીકા “શ્રી સ્યાદ્વાદરત્નાકર” નામની ટીકામાં આ ચર્ચા કરેલી છે તે ટીકાને જોઈને વિચારી લેવું.
આ રીતે મન પૌગલિક હોવાથી આત્માથી બાહ્ય એવા પદાર્થથી જન્ય હોવાથી અપ્રાપ્યકારી એવા સાધ્યાભાવમાં “બાધેન્દ્રિય” હેતુ વર્તવાથી અમે આપેલો વ્યભિચારદોષ બરાબર જ છે. ૪૧
पक्षे तृतीये विषयप्रदेशः, शरीरदेशो यदि वा बहिः स्यात् । स्थायित्वमाद्ये विषयाश्रितत्वं, यद्वा प्रवृत्तिविषयोन्मुखी स्यात् ॥४२॥
તૃતીયે પક્ષે – બહિર્દેશે સ્થાયિત્વ એવો ત્રીજો પક્ષ જો લેવામાં આવે તો, અહીં વદિ = બહારનો પ્રદેશ એટલે વિષયપ્રવેશ: = શેય વિષય જ્યાં છે તે પ્રદેશ લેશો, કે િવ = અથવા શરીરઃ = શરીરવાળો જે બાહ્ય પ્રદેશ છે તે લેશો? એમ અમે બે પક્ષો કરીએ છીએ. માદ્ય = વિષયવાળા પ્રદેશમાં, સ્થાયિત્વે = રહેનાર. એમ કહીએ તો, તેમાં પણ વિષયશ્રિતત્વ = વિષય પાસે જઈને આધીન થવું એમ કહો છો કે યવી = અથવા, વિષયોમુવી પ્રવૃત્તિ = વિષય સન્મુખ પ્રવૃત્તિ, આ બેમાંથી કયો અર્થ કરો છો?
આ ગાથાની અંદર ૩૭મી ગાથામાં પાડેલા ત્રીજાપક્ષના પેટાભેદો જ માત્ર કરેલા છે. ઉત્તર હવે પછીની ૪૩મી ગાથાથી આપે છે. આ ગાથામાં એમ જણાવે છે કે બાધેન્દ્રિયતા” શબ્દનો અર્થ તમે “વદિ સ્થાયિત્વ' બહારના દેશમાં રહેવું એમ જો કરતા હો તો બહારનો દેશ એટલે કયો દેશ ? શું શેય એવો વિષય હોય એ દેશ ? કે શરીરનો બહાર નો ભાગ? આ બેમાં પણ વિષયપ્રદેશ અર્થ જો કરતા હો તો તેમાં પણ અમે બે પ્રશ્નો કરીએ છીએ, તે આ પ્રમાણે - વિષયપ્રદેશ એટલે વિષય પાસે જઈને તેને ચોંટી જવું. તેને આશ્રિત થઈ જવું, એવું વિષયશ્ચિતપણું કહો છો કે દીપક એકજગ્યાએ રહ્યો છતો તેના કિરણો દ્વારા જ્ઞેય પાસે જાય છે તેમ વિષયોન્મુખ પ્રવૃત્તિ કહો છો ? આ પ્રમાણે પક્ષો પાડ્યા પછી હવે એકેક પક્ષવાર જવાબ આપે છે. I૪રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org