________________
ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
અંધકારમાં પણ (ઉંદરાદિને) ક્ષન્ત = જુએ છે. પુનઃ = પરંતુ, વ્રુક્ષ્ નેત્ર, રશ્મિવત્ ન = કિરણોવાળી નથી.
જૈનાચાર્યશ્રી જણાવે છે કે હે નૈયાયિક ! ઉપર કહેલી યુક્તિથી બિલાડીઓના નેત્રોમાં તેવા પ્રકારની એક વિશિષ્ટ યોગ્યતા જ છે કે જેના વડે અંધારામાં પણ રહેલા ઉંદરાદિને તે જોઈ શકે છે. પરંતુ તેની ચક્ષુ રશ્મિચક્રવાળી નથી. પદાર્થમાં રહેલી એક યોગ્યતા જ ખરૂં વાસ્તવિક કારણ છે. જેમ લોહચુંબક લોહને ખેંચી શકે છે. બીજી ધાતુને નહીં. કારણ કે તેમાં તેવા પ્રકારની યોગ્યતા છે. માટી અને પત્થર બન્ને પુદ્ગલ છે પરંતુ એક પાણીથી પીગળે છે અને બીજુ નથી પીગળતું, કારણ સ્વયોગ્યતા જ છે. દૂધ મેળવણના સંયોગથી દહીં બને છે. પરંતુ પાણી મેળવણનો યોગ થવા છતાં દહીં બનતું નથી કારણ સ્વયોગ્યતા જ છે. તેની જેમ અહીં પણ બિલાડીના નેત્રોમાં તથાપ્રકારની સ્વયોગ્યતા છે કે જેના વડે તે અંધારામાં પણ ઉંદરાદિને જોઈ શકે છે અને તમારા, અમારા, કે સામાન્ય મનુષ્યોના નેત્રોમાં તેવા પ્રકારની સ્વયોગ્યતા નથી કે તે અંધારામાં ઉંદરાદિ જ્ઞેય પદાર્થને જોઈ શકે. આ પ્રમાણે સ્વયોગ્યતા જ કારણ છે. પરંતુ હે નૈયાયિક ! રશ્મિચક્ર તો નથી જ. ।।૩૫।।
इत्थं न चक्षुषि कथञ्चिदपि प्रयाति, संसिद्धिपद्धतिमियं खलु रश्मिवत्ता ।
तस्मात् कथं कथय तार्किक ! चक्षुषः स्यात्, प्राप्यैव वस्तुनि मतिप्रतिबोधकत्वम् ? ॥३६॥ इत्थं = આ રીતે વિચારણા કરતાં, દષિ નેત્રમાં, યં = આ. રશ્મિવત્તા રશ્મિવાળાપણું, ખ્રિપિ કોઈ પણ રીતે, સંસિદ્ધિ-પદ્ધતિ = સિધ્ધિની પદવીને, ન प्रयाति પામતું નથી. તસ્માત્ = તેથી તાબ્દિ = હે નૈયાયિક ! થય = चक्षुषः ચક્ષુનું વસ્તુનિ પ્રાગૈવ = વસ્તુની પાસે પહોંચીને જ, જ્ઞાન કરાવવાપણું, થં સ્વાત્ કેમ ઘટી શકે ?
તમે જ કહો मतिप्रतिबिोधकत्वम्
કે,
=
=
Jain Education International
=
=
૨૮ ૩
=
જૈનાચાર્યશ્રી આ વાતનો ઉપસંહાર કરતાં નૈયાયિક પ્રત્યે જણાવે છે કે આ રીતે રશ્મિચક્રની વિચારણા કરતાં કોઈ પણ યુક્તિથી નેત્રમાં આ રશ્મિવત્તા ઘટી શકતી નથી. તેથી હે નૈયાયિક ! તમે જ કહો કે ચક્ષુઃ વસ્તુ પાસે જઈને સજ્ઞિકર્ષપણાને પામીને જ્ઞેય વસ્તુને જણાવતી હોય આ વાત કેવી રીતે યુક્તિયુક્ત કહેવાય ? માટે ચક્ષુ પ્રાપ્યકારી છે આ વાત કોઈ પણ રીતે યુક્ત નથી. પરંતુ અપ્રાપ્યકારી જ છે આવા પ્રકારની જૈનદર્શનની વાત જ બરાબર છે.
૧. ‘‘વ્રુક્ષુ:’’ રૂપ હતું, ર્નો લોપ થઈ પૂર્વસ્વર દીર્ઘ થવાથી ક્ષુ એવું રૂપ સંધિના નિયમથી બન્યું છે.
For Private & Personal Use Only
=
www.jainelibrary.org