________________
૨૭૮ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા જૈનાચાર્યશ્રી નૈયાયિકને કહે છે કે જો દિવસે ચક્ષુમાંથી ઉદ્ભૂત રશ્મિચક્ર નીકળતું હોય પરંતુ સૂર્યના કિરણોથી પરાભૂત થવા માત્રથી જો તે રશ્મિચક્ર દેખાતું ન હોય, તો અતિશય ગાઢ એવા અંધારામાં, જાણે કાળા કમળની (ચંદ્રવિકાસી કમળની) પાંખડી જેવા કાળા કાળા તેજથી વ્યાપ્ત એવા અંધારામાં, તથા ફીત = એટલે ચોતરફ ફેલાયેલા એવા અંધારામાં આમથી તેમ હરતા-ફરતા એવા ઘુવડ અને સર્પાદિના લોચનોમાં (ચક્ષુ તૈજસ અને રશ્મિચક્રવાળી હોવાથી તેમાં) થી નીકળતાં રશ્મિચક્ર એક ક્ષણમાત્ર પણ કેમ દેખાતાં નથી? દેખાવાં જ જોઈએ, કારણ કે રશ્મિચક્રનો પરાભવ કરે એવી આલોકના (સૂર્યનાં કિરણોના) વિસ્તારની જે કથા હતી તે કથા અહીં તો બીલકુલ છે જ નહીં.
માટે રાત્રે સૂર્યપ્રકાશ ન હોવા છતાં પણ ઘૂવડ અને સર્પાદિના નેત્રોનાં રશ્મિચક્ર દેખાતાં નથી. તેનો અર્થ એ થાય છે કે નેત્રમાં રશ્મિચક્ર છે જ નહીં અને નેત્ર તૈજસ પણ છે જ નહીં. ૨૮
उत्पत्तिरुद्भूततयाऽथ तासां, तत्रैव यत्रास्ति रविप्रकाशः ।
काकोदरादेरपि तर्हि नैताः, कीटप्रकाशे कुशला भवेयुः ॥२९॥ મથ હવે, તાર્સી = તે રુચિની અર્થાત્ તે કિરણોની, ભૂતતા = ઉદ્ભૂતપણે, ઉત્પત્તિ = ઉત્પત્તિ, નૈવ = ત્યાં જ થાય છે કે યત્ર = જ્યાં, વિપ્રવેશ: = સૂર્યનો પ્રકાશ, અતિ = હોય છે. એમ જો કહો તર્દિ = તો, વોરાપિ = સર્પાદિનાં, પતા: = આ નેત્રરશ્મિઓ, વટવાશે = કીડાને જોવામાં, લુણત્ન = કુશળ, મ = થવાં જોઈએ નહીં.
હવે હે નૈયાયિક! જો તમે એમ કહો કે રાત્રિના ટાઈમે ઘુવડ અને સર્પાદિની ચક્ષુમાં રમિચક્ર નીકળે જ છે. છતાં તે જે દેખાતાં નથી તેમાં કારણ એ છે કે “જ્યાં રવિપ્રકાશ સહકારી કારણ હોય ત્યાં જ ઉભૂત સ્વરૂપે ઉત્પત્તિ હોય છે,” રાત્રે રવિપ્રકાશની સહાય નથી એટલે ઉધૂતરૂપે ઉત્પત્તિ નથી, પરંતુ અનુભૂતરૂપે ઉત્પત્તિ છે એટલે રાત્રે કિરણો હોવા છતાં પણ દેખાતાં નથી. એમ અમે મૈયાયિકો કહીશું. તો જૈનાચાર્યશ્રી કહે છે કે જો એમ હોય તો મનુષ્યાદિની ચક્ષુનાં કિરણો સૂર્યના પ્રકાશની સાહાધ્યથી જ જેમ ઉભૂત રૂપે ઉત્પન્ન થાય છે અને સૂર્યના કિરણોની સહાયથી જ પ્રકાશક થાય છે. તથા તે નેત્રરશ્મિ સૂર્યથી પરાભૂત હોવાથી દેખાતાં નથી પરંતુ સૂર્યના પ્રકાશની સહાયથી જ ઘટપટને દેખાડવામાં સમર્થ બને છે અને તેથી જ રાત્રે ઘટપટને દેખાડી શકતાં નથી. તો તેની જેમ સર્પ-ઘુવડાદિની ચક્ષુમાંથી નીકળતાં કિરણો પણ અનુભૂત હોવાથી રાત્રે ભલે ન દેખાઓ પરંતુ સૂર્યના પ્રકાશની સાહાચ્ય નહી મળવાથી કીટાદિ વસ્તુને જોવામાં કુશળ કેમ બનશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org