________________
ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૨ ૭૫
તૈજસ જ છે. જે જે તૈજસ હોય છે તેમાં તેમાં રશ્મિચક્ર હોય છે. ફક્ત દીપક અને સૂર્યની જેમ કોઈકમાં ઉભૂત રૂપવાળાં રશ્મિચક્ર હોય છે અને સુવર્ણ તથા મણિની જેમ કોઈકમાં અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર હોય છે. અને ચક્ષુમાં અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર માનીશું. તો અમે જૈનો તમને કહીએ છીએ કે જેમ સુવર્ણ તૈજસ હોવા છતાં પણ અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર હોવાથી ઘટ-પટાદિ પદાર્થનાં પ્રકાશક નથી, તે જ રીતે આ ચક્ષુ પણ તૈજસ હોવા છતાં પણ અનુભૂત રૂપવાળી હોવાથી ઘટ-પટાદિ પદાર્થની પ્રકાશક થશે નહીં. કારણ કે તેનાં પણ રશ્મિચક્ર અનુભૂત રૂપવાળાં જ માનેલાં છે. આવો અપ્રકાશક થવાનો દોષ આવશે.
(અને કદાચ તમે નૈયાયિકો એમ કહેશો કે ચક્ષુમાંથી નીકળતાં કિરણો અનુભૂત રૂપવાળાં હોવા છતાં પણ પ્રકાશક જ છે તો પછી ચક્ષુની જેમ સુવર્ણ પણ પ્રકાશક થવું જોઈએ તેવો દોષ પણ આવશે.) રજા
आलोकसाचिव्यवशादथाऽस्य, प्रकाशकत्वं घटनामियति । नन्वेवमेतत्सचिवस्य किं स्यात्, प्रकाशकत्वं न कुटीकुटादेः ? ॥२५॥
થ = હવે, માત્નોસવવ્યવશાત્ = આલોક (દીપક અથવા સૂર્યાદિનો જે પ્રકાશ છે તે)ની પ્રધાનતાના વશથી, મસ્થ = આ ચક્ષુનું, પ્રાશવત્વ = પ્રકાશકપણું, ઘટનાં = ઘટમાનદશાને, ફર્નિ = પામશે, એમ અમે મૈયાયિકો માનીશું, તો નનું = ખરેખર, વમ્ = એમ માનવાથી, તત્સવવી = આ જ આલોકની પ્રધાનતાવાળા એવા, કુટીર = ઘર અને ઘટાદિનું પણ પ્રશવત્વ = નિ થાત્ = પ્રકાશપણું કેમ નહી થાય ?
હવે જો નૈયાયિકો આવો બચાવ કરે કે ચક્ષુ તૈજસ જ છે. તેમાંથી અનુભૂત રૂપવાળાં રશ્મિચક્ર નીકળે જ છે. પરંતુ તેને સૂર્ય-દીપકાદિના આલોકની સહાય મળવાથી તે પ્રકાશક બની જાય છે. એમ અમે માનીશું. આ રીતે ચક્ષુ પોતે સુવર્ણની જેમ અપ્રકાશક હોવા છતાં પણ આલોકની સહાયથી તે ચક્ષની પ્રકાશકતા ઘટી શકે છે. એમ છે નૈયાયિક ! જો કહેશો તો તમારા કહેવાથી આ સાબિત થાય છે કે જે પોતે અપ્રકાશક જ ભલે હોય પરંતુ આલોકનો સહકાર મળે તો પ્રકાશક બની શકે છે તો આ રીતે સ્વયં અપ્રકાશક એવાં કુટી (ઘર) અને કુટાદિ (ઘટપટાદિ પદાર્થો) પણ આલોકના સહાયથી પ્રકાશક કેમ થતા નથી? થવા જ જોઈએ. રિપોર્ટ
अथास्तु कामं ननु तैजसत्वमुत्तेजितं किं न भवेत् त्वयाऽस्य । तथा च नव्यस्त्वदुपज्ञ एषोऽद्वैतप्रवादोऽजनि तैजसत्वे ॥२६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org