________________
૨ ૭૪.
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
વાર કરી શકાય છે. આ પાર
છે. તે તમારા અનુમાનમાં “પ્રત્યક્ષબાધા” નામનો દોષ આવે છે. કારણ કે ચક્ષુમાં રશ્મિચક્ર પૂર્વે કદાપિ જોયાં પણ નથી, અને દેખાતાં પણ નથી. માટે આ વાત પ્રત્યક્ષથી વિરૂદ્ધ છે.
તમારા જ ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે કે જે અનુમાનના સાધ્યનો અભાવ પ્રત્યક્ષાદિ ઈતર પ્રમાણોવડે જણાતો હોય તો તે અનુમાનનો હેતુ કાલાતીત (કાલાત્યયાદિષ્ટ અથવા બાધિત) કહેવાય છે અને આ કથન અહીં બરાબર લાગુ પડે જ છે. તમે ચક્ષુમાં તૈજસત્વ અને રશ્મિચક્ર કહો છો, અને પ્રત્યક્ષથી નથી તો ચક્ષુ તૈજસ દેખાતી કે નથી તો ચક્ષુમાં રશ્મિચક્ર દેખાતું, આ પ્રમાણે પ્રત્યક્ષ બાધા આવતી હોવાથી તમારા જ શાસ્ત્રને અનુસાર તમારો જ હેતુ હે તૈયાયિક ! કાલાતીત (બાધિત) હેત્વાભાસ નામના દોષવાળો થાય છે. ||૨૩
अनुभवद्रूपजुषो भवेयुश्चेद् रश्मयस्तत्र ततो न दोषः ।
नन्वेवमेतस्य पदार्थसार्थप्रकाशकत्वं न सुवर्णवत् स्यात् ॥२४॥ ચેક્ = હવે જો, તત્ર = તે ચક્ષુમાં, રક્ષય = કિરણો, અનુમવત્ = અનુભૂત = અપ્રગટ, ન દેખાય તેવા, ગુN: = રૂપથી યુક્ત છે તો = તેથી, ન તો: = અમને કોઈ પણ દોષ આવશે નહી નન્વેવમ્ = ખરેખર એમ માનવાથી, તસ્ય = આ ચક્ષુનું પાર્થસાર્થપ્રવેશવત્વ = પદાર્થોના સમૂહને પ્રકાશિત કરવાપણું સુવવત્ = સોનાની જેમ, ન થાત્ = ઘટશે નહીં.
જૈનાચાર્યશ્રી જણાવે છે કે હવે કદાચ તૈયાયિક એમ કહે કે તે ચક્ષુમાં રહેલાં રશ્મિચક્ર અનુભૂત રૂપવાળાં છે. સારાંશ કે જેનું રૂપ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ દેખાય, તે ઉદ્ભૂતરૂપવાળાં કહેવાય છે જેમ કે ઘટ-પટ, અને જેનું રૂપ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ન દેખાય તે અનુભૂત રૂપવાનું કહેવાય, જેમ કે પાણીમાં નાખેલું મીઠું, દુધમાં નાખેલી સાકર, એમ અમે નિયાયિકો ચક્ષુમાંથી નીકળતાં કિરણોને અનુભૂત રૂપવાળાં માનીશું. તેથી “ઘટ-પટાદિ શેય પદાર્થોની સાથે સંયોગ પામેલાં તે કિરણો દેખાતાં નથી. તેથી “પ્રત્યક્ષબાધ આવે છે” એવો ઉપરના શ્લોકમાં જૈનોએ અમને નૈયાયિકોને જે દોષ આપ્યો હતો તે દોષ હવે અમને આવશે નહીં. કારણ કે ઘટ-પટાદિ ષેય પદાર્થો કિરણોથી વીંટળાયેલા તો છે જ. પરંતુ અનુભૂત રૂપ હોવાથી દેખાતાં નથી એમ અમે મૈયાયિકો જવાબ આપીશું.
નનુ-મુવમ્ પતી = જો આ પ્રમાણે તૈયાયિક કહેશે તો જેમ સુવર્ણ તમારા મતે તૈજસ છે પરંતુ પદાર્થના સમૂહનું પ્રકાશક નથી તેવી જ રીતે આ ચક્ષુ પણ પદાર્થના સમૂહનું પ્રકાશક રહેશે નહીં, સારાંશ એમ છે કે જો તમે તૈયાયિકો એમ કહેશો કે ચક્ષુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org