________________
૨૭ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
પાર્થિવ છે આ વાત હે નૈયાયિક ! તને પણ માન્ય છે. અને તેથી તે અંજન તૈજસ નથી. છતાં સોળમા શ્લોકમાં તારા વડે કહેવાયેલો “વ્યત્વે સતિ સ્પચૈવ પ્રાન્નિત્વા” આ હેતુ અંજનમાં પણ વર્તે છે. તમે આ હેતુ “તૈજસ” સાધ્ય સાધવા માટે રજુ કરેલો છે. પરંતુ તે હેતુ તેજસના અભાવ એવા પાર્થિવ અંજનમાં પણ જાય છે તેથી અપ્રયોજકતાની વિડંબનાને પામે છે.
જે હેતુ પોતાનું સાધ્ય સાધી શકે અને કોઈ પણ દોષો ન લાગે તે પ્રયોજક હેતુ કહેવાય છે. અને જે હેતુ સાધ્ય ન સાધી શકે, દોષથી યુક્ત હોય, તે હેતુ અપ્રયોજક હેતુ કહેવાય છે. અહીં વ્યભિચારદોષ આવવાથી હે તૈયાયિકો ! તમારો હેતુ અપ્રયોજક થાય છે. ૨૦
हनुमल्लोललाङ्गललम्बात् ते साधनादतः ।
न सिद्धिस्तैजसत्वस्य, दृष्टसुस्पष्टदूषणात् ॥२१॥ હનુમન્ = હનુમાનજીના, સ્તોત્ર = ચંચળ, નક્નત્નસ્થાત્ = લાંબા લાંબા પુંછડા જેવા, તે = હે નૈયાયિક ! તમારા, અતઃ સાધનાત્ = આ હેતુથી, હૃષ્ટપુષ્ટદૂષUTIક્ = અતિશય સ્પષ્ટ દૂષણ જોયેલું હોવાથી તૈનસત્વસ્થ = ચક્ષુના તૈજસપણાની, ર સિદ્ધિ = સિધ્ધિ થતી નથી.
હનુમાનજીનું લાંબુ લાંબુ અને ઉપર નીચે ઉછળતું હોવાથી ચંચળ એવું પુછડું જ જાણે હોય એવો તમારો આ હેતુ પણ હે તૈયાયિક ! નિરર્થક લાંબો લાંબો છે. “વ્યત્વે ત્તિ ચૈવ પ્રાશી ” આ હેતુ આટલો લાંબો લાંબો કર્યો તથાપિ અંજનમાં વ્યભિચારદોષ તો આવ્યો જ, માટે આવા લાંબા લાંબા હેતુમાં પણ અતિશય સ્પષ્ટ વ્યભિચાર દૂષણ દેખાયેલું હોવાથી તે નૈયાયિક ! ચક્ષુમાં આ હેતુ તમારા તૈજસત્વસાધ્યની સિધ્ધિ કરી શકતો નથી. 'ર ૧|| चक्षुर्न तैजसमभास्वरतिग्मभावा, दम्भोवदित्यनुमितिप्रतिषेधनाच्च । सिद्धिं दधाति नयनस्य न तैजसत्वं, तस्मादमुष्य घटते किमु रश्मिवत्ता ? ॥२२॥
અમાસ્વરતિભાવત્ = ભાસ્વર શુક્લ એવું રૂપ, અને તિગ્મભાવ એટલે ઉષ્ણસ્પર્શ, આ બે ગુણો ચક્ષુમાં ન હોવાથી, વક્ષઃ તૈનસમ્ = ચક્ષુ તેજની બનેલી જ નથી, સમોવત્ = પાણીની જેમ, રૂતિ = આવા પ્રકારના, અનુમિતિ = અનુમાનવડે તૈયાયિકોની અનુમિતિનો પ્રતિષેધનાત્ર = પ્રતિષેધaખંડન થઈ જવાથી પણ નથની તૈનસત્વ = ચક્ષુનુ તૈજસપણું, સિદ્ધિ ન તથતિ = સિધ્ધિને ધારણ કરતું નથી, તસ્માત્ = તેથી હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org